• પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સૂચના મુજબ અમરેલી જીલ્લાની સરકારી શાળા ના સ્ટુડન્ટ પોલીસ કેડેટ માટે તા.૨૧/૦૪/૨૦૨૩ થી તા.૨૭/૦૪/૨૦૨૩ દરમ્યાન વિધાસભા અમરેલી ખાતે ‘‘સમર કેમ્પ’’ નું આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પમાં અમરેલીના તાલુકાકક્ષાએ જે સરકારી શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ કાર્યરત છે. તેવી શાળાના કેડેટ કુલ- ૪૯૮, સાથે પોલીસ, શિક્ષકગણ પણ આ કેમ્પમાં જોડાયેલ છે.
• આ ‘‘સમર કેમ્પ’’ ના ટાઇમ-ટેબલ મુજબ આજે તા.૨૩/૦૪/૨૦૨૩ ના વહેલી સવારથી બાળકો પ્રભાતિયા સાથે વહેલા ઉઠી, સુર્યોદય નિહાળવા આવેલ બાદ ઝુમ્બા ડાન્સ, પરેડ, ગૃપ કવીઝ જેમાં સામાન્ય જ્ઞાન, જીવન ઘડતરના પ્રશ્નો, પલાખા, કોયલા વિગેરે કેડેટ પાસે કરાવવામાં આવેલ. બાદ વિશિષ્ટ વ્યકિતઓ અભિજીતસિંહ,મુસ્કાન કે જેઓ એસ્ટ્રોલોજીની શોધ કરનાર, ટીમના સભ્ય, અવકાશ શાસ્ત્રના જ્ઞાતા દેવમુરારી સાહેબ, ગુજરાત સંસ્કૃત બોર્ડના પુર્વ અધ્યક્ષ કરકર સાહેબ, ને આમંત્રિત કરવામાં આવેલ છે. જેમાં તેઓએ બાળકોને પ્રેરણારૂપી વિશેષ અવકાશીય ગ્રહો, વક્રીભવન, ગુરત્વાકર્ષણના નિયમો, ખડકો વિશેની સમજ આપવામાં આવેલ હતી. બપોરના સેશન દરમ્યાન રોલ પ્લે જેમાં કેડેટ દ્રારા રાજનેતા,શિક્ષક, પત્રકાર, વકીલ, અભિનેતાની ભુમિકા ભજવવામાં આવેલ. બપોર બાદના સેશન્સમાં મોક પાર્લામેન્ટ, રમત-ગમત, સાંસ્કૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતુ. .
• આ ‘‘સમર કેમ્પ’’ માં બાળકો સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટના સમય-પત્રક મુજબની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ, હર્ષભેર આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


