Gujarat

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર અર્પણ કરાયો.

તસવીર : મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાનું યશ ગૌરવ.
ગુજરાત શૈક્ષણિક-સાંસ્કૃતિક મંચ તરફથી કચ્છ,મહેસાણા,રાજકોટ  અને ખેડાના ચાર શિક્ષકને જૂનાગઢના સાસણગીર ગીરમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર અર્પણ કરાયા.
————————-
          ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ એ શિક્ષણ-સંસકૃતિ નિસબતનું ફોરમ છે.જે દ્વારા “શીખવે તે શિક્ષક ”  વ્યાખ્યામાં આવતાં રાજ્યભરના શિક્ષકોમાંથી ખાસ  પસંદગી કરી ગુજરાતના ચાર શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક  પુરસ્કાર અર્પણ  થયાં.તેમાં ખેડા જિલ્લાના નડિયાદ  તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે.માંગરોળ કોમર્સ કોલેજના પ્રો.પ્રશાંત ચ્હાવાલા,ભરૂચના શિક્ષણવિદ્ ડૉ.મહેશભાઈ ઠાકર,ભાવનગરના સંયોજક તખુભાઈ સાંડસુર અને અમદાવાદના કેળવણીકાર શામજીભાઈ દેસાઈના હસ્તે આ પુરસ્કાર અર્પણ  થયો .તેમાં સૂતરની આંટી,શાલ,વંદનાપત્ર,ફોરેસ્ટ  કીટ અને રૂપિયા   ૨૧૦૦/-નો સમાવેશ થાય છે.ખાસ ઉલ્લેખનીય છે કે. આ ગાંધીવાદીએ મળેલ રોકડ પુરસ્કારમાં પોતાના રૂપિયા ઉમેરી રૂ. ૫,૫૫૧/- વિદ્યાર્થીઓની શૈક્ષણિક  સહાય અર્થે  વાલ્લા શાળાને અર્પણ કર્યા છે.આમ,આ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારનું મૂલ્ય અનેકગણું વધ્યું છે…!!!. સતત શીખતાં  રહેતાં  અને શીખવતા રહેતાં હિતેશકુમાર બ્રહ્મભટ્ટ  અનેકવિધ  નવતર પ્રયોગો દ્વારા ભણતરનો ભાર ઓછો કરે છે. સાચા અર્થમાં  આનંદમય – પ્રવૃતિમય શિક્ષણના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ શાળા અને જનસમાજને હંમેશ ઉપયોગી બન્યા છે.તેઓની  શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓની નોંધ રાજ્ય કક્ષાએ અનેકવાર  લેવાઈ છે.અગાઉ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પાંચવાર સન્માનિત  થઈને હવે  છઠ્ઠીવાર (  ૬  )  રાજ્ય  શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર  મેળવી  સફળતાની ડબલ હેટ્રીક  મારી તેમણે વાલ્લા ગામ,નડિયાદ  તાલુકા અને ખેડા જિલ્લાનું  સતત યશગૌરવ  વધાર્યું છે….!!! આ આગવી સિધ્ધીનો બધો યશ તેઓ ગુરુ પ્રમુખસ્વામીમહારાજ અને મહંતસ્વામી મહારાજને આપે છે.નડિયાદ BAPS સ્વામિનારાયણ મંદિરના નિષ્ઠાવાન કાર્યકર અને શિક્ષણના આજીવન ભેખધારી તેવા ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટને મળેલ આ પુરસ્કાર  બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-કઠલાલ પરિવાર,ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ માછી,નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર.પરમાર,નડિયાદ  બીઆરસી રોમાબેન રાવલ,સીઆરસી કુલદીપસિંહ રાજ, ખેડાજિલ્લા અને નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા બીટ નિરીક્ષક અધિકારી કમલેશભાઈ પટેલ, મરીડા પે સેન્ટરના આચાર્ય વિશ્વાબેન બ્રહ્મભટ્ટ, વાલ્લાશાળાના આચાર્ય,   ગામના સરપંચ,દૂધમંડળી અને શ્રી રામજી મંદિરે ખાસ અભિનંદન  પાઠવ્યા છે.સમગ્ર જિલ્લાના શિક્ષણપ્રેમીઓમાં પણ આનંદ વ્યાપ્યો છે.

IMG-20230424-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *