મકસુદ કારીગર,કઠલાલ
અખિલ હિન્દ વિચરતી- અર્ધવિચરતી અને વિમુક્ત જાતિ મહાસંઘ અધ્યક્ષ વણજારા તથા મધ્યઝોન પ્રમુખ અમરસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામના વિચરતી- વિમુક્ત જાતિ એવા દેવીપૂજક સમાજના લોકોને કઠલાલ તાલુકા વિકાસ અધિકારી ડૉ.જબૂકાબેન.એ કોટડીયા ના હસ્તે જાતિના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.
જ્યારે આ બાબતે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ બીજા પણ વધુ લોકો અને એ બાબતે પ્રમાણપત્રો પણ કાઢી આપવામાં આવશે તેવી કઠલાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખાત્રી આપવામાં આવી હતી.જે બદલ વિચરતી-વિમુક્ત જાતિ ના લોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અખિલ હિન્દ વિચરતી- વિમુક્ત જાતિ રાવળ સમાજના પ્રમુખ દશરથભાઈ તથા દેવીપૂજક સમાજના પ્રમુખ પ્રવીણભાઈ હાજર રહ્યા હતા.