મુંબઈ
આજે જ્યારે ભારતીય ક્રિક્ટ ટીમમાં શ્રેષ્ઠ કેપ્ટનોનુ નામ લેવામાં આવે તો તેમાં એમએસ ધોનીનું નામ અચૂક હોય છે. તેને ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક માનવામાં આવે છે. જાે કે આજે અહીં આપણે તેની સિદ્ધિઓ નહી પણ કેટલાક ખરાબ રેકોર્ડની ચર્ચા કરીશુ. જેને શરમજનક કહેવા પણ ખોટા નથી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મહત્વપૂર્ણ ૈંઝ્રઝ્ર ટ્રોફી જીતી છે. જેમાં ૨૦૦૭ ્૨૦ વર્લ્ડ કપ, ૨૦૧૧ વર્લ્ડ કપ અને ૨૦૧૩ ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. કેપ્ટનશિપ ઉપરાંત ધોની તેની શાનદાર વિકેટ કીપિંગ માટે પણ જાણીતો છે. વિશ્વમાં સૌથી વધુ વિક્ટ લેનાર વિકેટ કીપર્સની યાદીમાં ધોની ચોથા ક્રમે છે. માહીએ સૌથી વધુ વિકેટ લીધી છે. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ રીતે ધોનીના નામે ઘણાબધા એવા રેકોર્ડ છે જેનુ ગૌરવ લઈ શકાય. આ સાથે જ તેના નામે કેટલાક શરમનાક રેકોર્ડનો પણ સમાવેશ થાય છે. જેના વિશે કાદચ વધુ લોકોનુ ધ્યાન પણ ન ગયું હોય. વર્ષ ૨૦૧૫માં ભારત બાંગ્લાદેશના પ્રવાસે હતું. જ્યાં એક ટેસ્ટ મેચ અને ૩ વન-ડે સિરીઝ રમવાની હતી. આ પ્રવાસમાં બન્ને ટીમો વચ્ચે ટેસ્ટ મેચ ડ્રો રહી હતી ને વન ડે સિરીઝમાં ભારતીય ટીમને ૧-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં ભારતને બન્ને મેચોમાં ક્રમશઃ ૭૯ રન અને ૬ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ભારતે ત્રીજી મેચમાં ભારતે ૭૭ રનથી જીત મેળવી હતી. આ રીતે એમએસ ધોની બાંગ્લાદેશમાં સીરિઝ હારનાર ભારતીય ટીમનો પ્રથમ કેપ્ટન છે. એમએસ ધોનીએ હોમગ્રાઉન્ડ પર ઘણુ સારું પ્રદર્શન કર્યું છે, જાે કે, વિદેશોમાં તેનુ બેટ એટલું ખાસ કંઈ કરી શક્યું નથી. તેણે ફટકારેલી સદીની વાત કરીએ તો ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૧૬ સદી અને બેવડી સદી ફટકારી હતી. આ ૧૬ સદીઓમાંથી ધોનીએ ર્ંડ્ઢૈં ક્રિકેટમાં ૧૦ સદી અને ટેસ્ટ ક્રિકેટમાં ૬ સદી ફટકારી છે. જાે કે ધોનીની આ સદીઓ માત્ર ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોમાં જ ફટકારેલી છે. આમ ધોનીએ એશિયા સેગમેન્ટની બહાર એક પણ સદી ફટકારી નથી. વિકેટ કીપર બેટ્સમેન એમએસ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સ્થાન હાંસલ કરવામાં સફળ થઈ હતી. ધોનીની કપ્તાનીમાં ભારતે કુલ ૬૦ ટેસ્ટ મેચ રમી જેમાંથી ટીમ ૨૭ માં જીત મેળવી, ૧૮ માં હારનો સામનો કરવો પડ્યો અને ૧૫ મેચ ડ્રો રહી હતી. એમએસ ધોનીની કપ્તાની હેઠળ ભારતીય ટીમ બીજા નંબરની સૌથી વધુ ટેસ્ટ ક્રિકેટ હારનારી ટીમ બની હતી. આ ધોની માટે શરમજનક છે. આ ૧૮ હારમાંથી ૧૫ હાર તો વિદેશોમાં થયેલી હાર છે. વિદેશી ધરતી પર કોઈપણ ભારતીય કેપ્ટન હેઠળ થયેલી આ બીજી સૌથી વધુ હાર છે. મંસોર અલી ખાન ૧૯ હાર સાથે પ્રથમ સ્થાને છે. એમએસ ધોની ભારતનો પહેલો એવો કેપ્ટન છે, જેની કપ્તાની હેઠળ ભારતીય ટીમને સતત ૪ ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ ૨૦૧૩માં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ૦-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ૦-૨ અને વર્ષ ૨૦૧૪માં ઈંગ્લેન્ડના પ્રવાસ પર ૧-૩થી ટેસ્ટ સિરીઝ તથા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ૦-૨ થી હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૭ની ૨ જુલાઈએ ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી રહી હતી. આ મેચમાં એમએસ ધોનીએ વેસ્ટ ઈન્ડિઝની ઘાતર બોલિંગ લાઇનઅપ સામે ૧૧૪ બોલમાં ૫૪ રન બનાવ્યા હતા. આ સાથે તેણે ર્ંડ્ઢૈંમાં ભારતીય ટીમના કોઈ ખેલાડી દ્વારા બીજા સૌથી ધીમી અડધી સદી ફટકારવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં ધોનીએ ૧૦૮ બોલમાં ૫૦ રન ફટકાર્યા હતા. આ મેચમાં પરિસ્થિતિઓ મુશ્કેલ હતી કારણ કે ભારતે માત્ર ૪૭ રન પર ૩ મોટી વિકેટ ગુમાવી દીધી હતી અને ધોની માટે ઝડપી રમવાને બદલે તેની વિકેટ બચાવીને રમવું સ્વાભાવિક હતું. તેણે ક્રિઝ પર ટીમ માટે સન્માનજનક રન બનાવ્યા હતા. કમનસીબે ભારત આ મેચ ૧૧ રને હારી ગયું હતું. આ મેચમાં ધોનીઓ એક પણ બાઉન્ડ્રી લગાવ્યા વિના ૧૦૦ બોલ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો.


