કોલકાતા
જટિલ કહી શકાય તેવું ઓપરેશન થઈ ગયું હતું. દર્દીના કિડનીમાં ટ્યૂમર હતું. ડોક્ટરની ટીમે ઓપરેશન પણ શરુ કરી દીધું હતું, તે જ સમયે ઓપરેશન થિયેટરની લાઈટ જતી રહી. જેવી રીતે વીજળીનો કડાકો થાય તેમ એક ચોંકાવનારી ખબર આવી કે, લાઈટ જતી રહી. ડોક્ટર્સને સમજાતું નહોતું કે, ઓપરેશન ટેબલ પર બેભાન અવસ્થામાં પડી રહેલા દર્દીનું શું કરવું. ખબર પડી કે, બિલ્ડીંગના એક ફ્લેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. સુરક્ષાને જાેતા લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું. વીજળી ક્યારે આવશે, તે કોઈ નહોતું જાણતું. ખતરાની આ ઘડીમાં અચાનક એક ફિલ્મનો ક્લાઈમેક્સ મગજમાં આવ્યો. જી હાં, આપને અંદાજ તો આવી જ ગયો હશે. એન્જીનિયરીંગના ત્રણ વિદ્યાર્થી પોતાના ભવિષ્ય વિશે કોઈ નહોતું જાણતું પણ એક ઓપરેશનની મદદથી આગળ આવ્યા. અચાનક વીજળી જતી રહી. પણ તેમના દ્વારા કરેલો જુગાડ અને મગજ વાપરી જે કામ લીધું તેનાથી તે ફિલ્મમાં બાળક અને તેની માતાનો બચાવ થયો. તેમના માટે આ ઓપરેશન ખૂબ જ અઘરુ હતું, કારણ કે આ મહિલા તેમના પ્રિન્સિપલની દીકરી હતી. હવે તો આપ સમજી જ ગયા હશો કે અમે અહીં થ્રી ઈડિયટ્સ ફિલ્મની વાત કરી રહ્યા છીએ. આ ફિલ્મ બાદ લોકોમાં એવી ચર્ચા પણ થતી હતી કે, શું હકીકતમાં આવું બને ખરાં? અમુક કિસ્સામાં સત્ય છે. ઠીક આવી જ ઘટના બની છે, જ્યાં ડોક્ટર્સની એક ટીમે મોબાઈલ ટોર્ચની મદદથી ૪૧ વર્ષિય મહિલાનો જીવ બચાવી લીધો છે. તેના પર ડોક્ટર સુનિરમલ ચૌધરીએ કહ્યું કે, અમે બપોરે ૨ કલાકની આસપાસ ઓપરેશન શરુ કર્યું. કિડની સહિત ટ્યૂમર કાઢવાની સર્જરી ચાલી રહી હતી. અમે બહુ કોશિશ કરી, પણ અચાનક આગ લાગવાથી વીજળી જતી રહી. દર્દીને આવી સ્થિતીમાં છોડી શકાય નહીં. એટલા માટે ફટાફટ ર્નિણય લેવાનો હતો. સર્જરીનો બાકીનો ૪૫ મીનિટ મોબાઈલની લાઈટથી કરી. આવો અનુભવ પહેલા ક્યારેય નથી થયો. દર્દી હવે સારી સ્થિતીમાં છે. તેમણે કહ્યું કે, પહેલા અમે ટોર્ચની મદદથી સર્જરીને પુરી કરવા વિચાર્યું. પણ આવું કરવું કેમ, હોસ્પિટલમાં ધુમાડો હતો અને તેવા સમયે ટોર્ચ શોધવા ક્યાં જવી. આખરે મોબાઈલ ફોનની લાઈટથી સર્જરી કરવાનો ર્નિણય લીધો. આ અંગે કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સુપર સ્પેશલિસ્ટ ડોક્ટર અંજન અધિકારીએ કહ્યું કે, દર્દીને ક્યારેય સર્જરીની વચ્ચે છોડી શકાય નહીં. અમારા હોસ્પિટલના કુશળ ડોક્ટર્સે યોગ્ય સમય પર ર્નિણય લીધો અને દર્દીનો જીવ બચી ગયો. અમે ઊંડાણપૂર્વક તેમનાથી પ્રભાવિત થયા છીએ. સંયોગથી મંગળવારે બપોરે ત્રણ કલાકે કલકત્તા મેડિકલ કોલેજની સુપર સ્પેશિયાલિટી બ્લોકના પ્રથમ માળે સર્વર રુમમાં ધુમાડો જાેવા મળ્યો હતો. ધીમે ધીમે બીજા માળ સુધી ધુમાડો ફેલાયો. હોસ્પિટલમાં આગ ઠારવાની માટે ફાયર વિભાગની ગાડીઓ આવી પહોંચી હતી. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. ધુમાડાથી દર્દી અને તેમના પરિવારના લોકો પણ હેરાન થયા છે. ફાયર વિભાગે એક કલાકમાં ધુમાડા પર કાબૂ મેળવી લીધો.