Maharashtra

યુટ્યુબર Armaan Malik ૨૦ દિવસમાં બીજીવાર બન્યો પિતા, પહેલી પત્નીએ આપ્યો ટિ્‌વન્સને જન્મ

મુંબઈ
ફેમસ યુટ્યૂબર અરમાન મલિકના જીવનમાં હાલ એક પછી એક ખુશીઓ દસ્તક આપી રહી છે. તેની બીજી પત્ની કૃતિકા મલિક પહેલા જ દિકરાને જન્મ આપી ચુકી છે. જેનું નામ તેણે ઝૈદ રાખ્યું છે. તેણે, પોતાની પહેલી પત્ની પાયલ મલિક પણ મા બની ગઇ છે. પાયલ મલિકે ટિ્‌વન્સને જન્મ આપ્યો છે. પાયલને ડોક્ટરે જે ડિલિવરી ડેટ આપી હતી. તેની પહેલા જ તેની હાલત લથડી ગઇ હતી. જે બાદ પાયલને તાબડતોબ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. હોસ્પિટલથી આજે અરમાને પહેલી તસવીર સાથે ખુશખબર શેર કરી છે. અરમાન મલિકે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં પાયલ હોસ્પિટલના બેડ પર સૂતી છે. તેની પાસે કૃતિકા મલિક બેઠી છે અને પાયલનો દિકરો ચીકુ પણ હાજર છે. આ ઉપરાંત કૃતિકા અને પાયલનો પતિ અરમાન મલિક પણ ફોટોમાં પોઝ આપતો જાેવા મળી રહ્યો છે. આ ફોટોની સાથે જ અરમાન મલિકે ગુડન્યૂઝ શેર કરી છે. તેણે લખ્યું, આખરે પાયલ મા બની ગઇ છે. કોઇ ગેસ કરશે કે અમારા ઘરે કોનું આગમન થયું છે. અહીં જુઓ હોસ્પિટલની તસવીર. જાે કે, હજુ સુધી અરમાને પોતાના બાળકોની ઝલક નથી બતાવી. તેવામાં આ ફોટો પર કોમેન્ટ કરતાં તેના ફેન્સ જુડવા બાળકોનો ચહેરો બતાવવાની ડિમાન્ડ કરી રહ્યા છે. જણાવી દઇએ કે કૃતિકાના દિકરાનો ચહેરો પણ અરમાને થોડા દિવસ પહેલા જ બતાવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે હાલ પાયલના જુડવા બાળકોનો ચહેરો જાેવા માટે ફેન્સે થોડી રાહ જાેવી પડશે. અરમાનની સાથે પાયલ મલિકે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો સાથે બાળકના જન્મના સમાચાર શેર કર્યા છે. આ તસવીરો પાયલના મેટરનિટી ફોટોશૂટની છે, જેમાં તે પિંક ગાઉન પહેરેલી જાેવા મળી રહી છે. આ તસવીરો સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આખરે તે ક્ષણ આવી ગઈ.. માતા બનવા પર ખૂબ જ ગર્વ અનુભવી રહી છું.’ તમને જણાવી દઈએ કે અરમાન મલિકે બે લગ્ન કર્યા છે. તેની પહેલી પત્ની પાયલ મલિક છે, જેની સાથે તેણે ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. તે જ સમયે, બીજી પત્ની કૃતિકા મલિક છે, જેની સાથે તેણે ૨૦૧૮ માં લગ્ન કર્યા હતા.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *