Gujarat

ઊનાના ઉમેજ ગામે 3 સિંહોએ બે આખલાનું મારણ કરી મિજબાની માણી..

ઊનાના ઉમેજ ગામે ગીરના વન્યપ્રાણીઓ સિંહ-દીપડાઓ અવાર નવાર આવી ચડતા હોય છે. અને વાડી વિસ્તારમાં તેમજ ગામમાં આવી પશુઓ પર હુમલો કરી મારણની મિજબાણી માણતા હોય ત્યારે ગત રાત્રીના સમયે 3 વાગ્યાની આસપાસ ત્રણ સિંહો ગામમાં ધુસી ગયેલ અને રખડતા પશુઓને નિશાન બનાવી હુમલો કરી દીધેલ હતો. અને આ ત્રણેય સિંહોએ મારણની મિજબાની માણી હતી.

ઉમેજ ગામના પાદરમાં આવેલ વિર શહીદ અલ્લારખા ક્રિકેટ ગ્રાઉન્ડમાં વહેલી સવારે એક સાથે 3 સિંહો ધુસી આવેલા અને પ્રથમ રેઢિયાળ અખલાનું મારણ કર્યું હતું. ત્યાર બાદ ગામની નજીક પશ્વિમ સીમ વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂચ ભાવુભાઈ સામતભાઈ મકવાણાની વાડીમાં બીજું મારણ કર્યું હતું. આમ રાત્રી દરમ્યાન બે પશુના મારણ કરી મિજબાની માણી હતી. ગામમાં સિહ-દીપડા જેવા જંગલી પ્રાણીના અવાર નવાર આંટાફેરા વધી જતા અને પશુના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાય ગયેલ હતો. આ બાબતે ગામના સરપંચ મનસુખભા ગોહિલે વનતંત્રના અઘિકારીઓ જાણ કરી વન્યપ્રાણી ગામમાં અવાર નવાર ઘુસી આવતા હોય જેથી  જગલી પ્રાણીઓને જંગલ વિસ્તારમાં ખસેડવા જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *