Gujarat

નરોડામાં સગીરાએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, પરંતુ સ્મશાન ગૃહમાં યુવકે એવું જાેયુ કે….

અમદાવાદ
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સગીરાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. નરોડા વિસ્તારમાં રહેતી એક સગીરાએ આજે બપોરના સમયે ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જાે કે તેના પરિવારજનો પોસ્ટમો્‌ટમ કરાવવા માંગતા ના હોવાથી પોલીસને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર માટે નરોડા સ્મશાન ગૃહ ખાતે લઇ ગયા હતાં. જાે કે સ્મશાન ગૃહમાં કામ કરતાં યુવકે સગીરાના ગળા પર ઇજાના નિશાન જાેતા તેને શંકા ગઇ હતી. જેથી તેણે આ અંગેની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી અને સગીરાના મૃતદેહને પોસ્ટમોટ્‌મ માટે મોકલી આપીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે સગીરાના પરિવારજનોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે સગીરા અભ્યાસને લઇને કેટલાક દિવસથી તણાવમાં રહેતી હતી. જેથી તેણે આ પગલું ભર્યું હોઇ શકે છે. જાે કે તેઓ પોસ્ટમોટ્‌મ કરાવવા માંગતા ના હોવાથી પોલીસને આ બાબતની જાણ કરી ના હતી. તો બીજી તરફ પોસ્ટમોટ્‌મના પ્રાથમિક રીપોર્ટમાં સગીરાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ પરિવારજનોને પોલીસને જાણ કર્યા વગર જ શા માટે અંતિમ સંસ્કાર કરવા લઇ ગયા તે પણ એક સવાલ છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે હકીકત જાણવા તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવી શકે છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *