કુંકાવાવ મુકામે પરજીયા પટ્ટણી સોની લુહાર શાખ ના કુળ દેવી તુલજાભવાની માતાજી નો મઢ આવેલ જયાં આજરોજ તા.17,10,2021 ને રવિવારે કુળ દેવી તુલજાભવાની માતાજી નો રાજીપો મેળવવા યજ્ઞોત્સવ નુ આયોજન થયું હતું આ યજ્ઞોત્સવ ની પુવઁ તૈયારી ઓ પંદર દિવસ થી ચાલતી હતી .જેમાં કુંકાવાવ ના અરવિંદ ભાઈ સોની તથા દિપકભાઈ સોની,વિનુભાઈ સોની, ધમેઁશભાઈ સોની, હિરેનભાઈ સોની,વિપુલભાઈ સોની ,અલ્પેશ ભાઈ સોની, પુજારી રસિક અદા ,તથા સહુ આગોતરી તૈયારી કરતાં હતાં, યજ્ઞોત્સવ મા મુંબઈ, રાજકોટ, સુરત,જાળીયા, વિજપડી,ઉના વગેરે ગામો ગામ થી લુહાર પરિવાર ના માતાજી ના ગોઠી ભાઈઓ આવ્યા હતા મુખ્ય યજમાન સિમરણ જીરા વાળા હાલ અમરેલી ના પ્રવિણભાઈ હરિભાઈ હતાં ખુબ જ ઉત્સાહ પુવઁક યજ્ઞોત્સવ મા સહકુટુંબ બધા એ લાભ લીધો હતો બાદ મા બપોરના દોઢ કલાકે બીડું હોમાઈ ગયા બાદ સૌ ભાઈ બહેનો એ સમુહમાં પ્રસાદ લીધો હતો, યજ્ઞોત્સવ નો કાયઁકૃમ સંપૂર્ણ રીતે સરકાર શ્રી ની કોરોના ગાઈડ લાઈન મુજબ કરવામાં આવ્યો હતો.આવતા ત્રણ વષઁ સુધી ના યજ્ઞોત્સવ ના મુખ્ય યજમાન ના નામ ની જાહેરાત ઉત્સાહ પુવઁક કરવામાં આવી હતી આવતાં વષોઁ મા બહોળી સંખ્યામાં હાજર રહેવા નુ વચન આપી સહુ છુટા પડ્યા હતા.


