ગ્રાજનોને બહારગામ જવા બે કિ.મી. સુધી રોડ પર આવ્યા પછી બસની સુવિધા ઉપલબ્ધ થાય…
ઊના – એક તરફ સરકાર દ્રારા છેવાડાના માનવીને લોક ઉપયોગી સેવા મળી રહે અને નાનામાં નાનુ ગામ વિકાસથી વંચિત ન રહે તેી
રાજ્ય સરકારની નેમ છે ત્યારે ગીરગઢડા તાલુકાનું મહોબતપરા ગામ કે જેની અંદોજે ૨ હજાર જેટલી હોય પરંતુ આ ગામ છેલ્લા
ત્રણ દાયકાથી એસ ટી બસની સુવિધાથી વંચિત હોવાનો ગ્રામજનોને અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. અને ગ્રામજનોને બહારગામ જવા
માટે ગામથી દૂર ૨ કિ.મી. રોડ પર આવ્યા બાદ એસટી બીની સુવિધા ઉપલબ્ધ થાય છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડા તાલુકાનું મહોબતપરા ગામ અંતરયાળ ગામ હોય અને રોડથી ૨ કિ.મી. અંદર આવેલ આ
ગામમાં છેલ્લા ત્રણ દાયકાથી એસટીની સુવિધાથી ગ્રામજનો વંચિત હોય આ બાબતે મહીલા સરપંચના પ્રતિનિધી માધાભાઇ
કાતરીયાએ જણાવેલ કે અમારા ગામમાં ખાનગી બસોતો આવે છે. પરંતુ સરકારી બસો ૩૦ વર્ષથી આવતી નથી. વર્ષો પહેલા બસની
સુવિધા ગ્રામજનોને મળતી પણ હવે બસની સુવિધા મળતી નથી. ગામના વિદ્યાર્થીઓ તેમજ હિરા ઘસવાના કારીગરોને પણ રોડ
સુધી બે કિ.મી. પગપાળા જવુ પડે પછી બસની સુવિધા ઉપલબ્ધ થાય છે. ઘણી વખત વહેલી સવારે બહારગામ જવાનું થાય તો
અમારે ૫ કિ.મી. દૂર ધોકડવા ગામ સુધી જવુ પડે ત્યારે એસ ટી વિભાગ દ્રારા સવારે અને સાંજે લોકલ બસની સુવિધા ઉપલબ્ધ કરાવે
તો ગ્રામવજનોને થોડી ઘણી રાહત થાય તેમજ વિદ્યાર્થીઓન. પણ અપડાઉન કરવામાં સરળતા રહે તેમજ અમારા ગામના બાળકો એ
પણ એસટી બસની સુવિધા ન હોવાથી બસ પણ ક્યારેય નિહાળી નથી. જ્યારે રમેશભાઇ ગુજ્જરે પણ જણાવેલ હતું કે હું ૨૫ વર્ષ
પહેલા અમારા ગામ માંથી એસ ટી બસમાં બેસલ હતો ત્યાર પછી ગામ માંથી ક્યારેય એસટી બસમાં બેસલ નથી કેમ કે સુવિધા
બસની છેજ નહી અમારે બહારગામ જવુ હોય તો તકલીફ વેઠવી પડે છે. તેમાંય બહાર ગામ દવાખાનાના કામે જવું હોય તો અમારે
બે કિ.મી. દૂર અથવા તો મહોબતપરાથી ઉના ૧૪ કિ.મી. દૂર ખાનગી વાહનોમાં જવુ પડે અને ૫ ઇંચ એસટી બસની સુવિધાનો
લાભ મળે ગામમાં સવાર સાંજ બસ આવતી હોય તો ગ્રામજનોને પણ રાહત મળે અને લોકોને અવર જવરમાં પણ વાંધો ન આવે
હવે ૩ દાયકાથી જ્યાં એસટીની સુવિધા નથી તો હવે સ્થાનિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો દ્રારા ગામને એસટીબસની
સુવિધા ઉપલબ્ધ થાય તેવી માંગણી પણ ઉઠવા પામેલ છે…
