નવીદિલ્હી
બેંગ્લોરઃ કેપ્ટન નીતીશ રાણાના ૪૮ અને જેસન રોયની સતત બીજી અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ ૨૦૨૩ (ૈંઁન્ ૨૦૨૩)માં બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૨૧ રનથી હરાવ્યું હતુ. આ સાથે કોલકાતાએ ૈંઁન્ ૨૦૨૩માં ત્રીજાે વિજય નોંધાવ્યો. દ્ભદ્ભઇ દ્વારા આપવામાં આવેલા ૨૦૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇઝ્રમ્ની ટીમ ૮ વિકેટે ૧૭૯ રન બનાવી શકી હતી. ઇઝ્રમ્ની ૮ મેચમાં આ ચોથી હાર છે. છેલ્લી ૪ હાર બાદ દ્ભદ્ભઇ જીતવામાં સફળ થઈ હતી. તો છેલ્લી બે મેચમાં જીત બાદ ઇઝ્રમ્ને હાર મળી છે. વિરાટ કોહલીએ આ ૈંઁન્માં પોતાની ૫મી અડધી સદી ફટકારી હતી. પરંતુ કોહલીની અર્ધી સદી ટીમ માટે કામ આવી ન હતી. મોટા લક્ષ્યનો પીછો કરતા આરસીબીએ ૩૧ના સ્કોર પર પોતાના કેપ્ટન ફાફ ડુપ્લેસીની વિકેટ ગુમાવી દીધી હતી. ડુપ્લેસી ૧૭ રન બનાવીને આઉટ થયો હતો. આરસીબીને ૫૧ના સ્કોર પર બીજાે ઝટકો લાગ્યો હતો. સુયશ શર્માએ શાહબાઝ અહેમદને એલબીડબ્લ્યુએ આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો. ગ્લેન મેક્સવેલ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને ૪ બોલમાં ૫ રન બનાવીને તે વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. આ પછી મહિપાલ લોમરોર અને વિરાટ કોહલીએ આરસીબીના સ્કોરને ૧૦૦થી આગળ લઈ ગયા. મિડલ ઓર્ડરમાં લોમરોર ૧૮ બોલમાં ૩૪ રન બનાવીને આઉટ થયો હતો. શાનદાર લયમાં દેખાતા વિરાટ કોહલીએ વર્તમાન સિઝનમાં તેની પાંચમી અડધી સદી ફટકારી હતી. તેણે ૩૩ બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે તે ૩૭ બોલમાં ૫૪ રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. સુયશ પ્રભુદેસાઈ ૧૦ રન બનાવીને રનઆઉટ થયો હતો. દ્ભદ્ભઇ તરફથી વરુણ ચક્રવર્તીએ ૩ જ્યારે સુયશ શર્મા અને આન્દ્રે રસેલે ૨-૨ વિકેટ લીધી હતી.


