જસદણના કમળાપુર રોડ ઉપર આવેલ મોડેલ સ્કૂલ ની
બાજુમાં જસદણ અને વિછીયા વિસ્તારના યુવાનોને રમતગમતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે કુંવરજીભાઈ બાવળિયાના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા પોણા સાત કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્પોર્ટ સંકુલનું આજે કુંવરજીભાઈના હસ્તે ભૂમિ પૂજન થયું હતું આ પ્રસંગે ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા જિલ્લા ભાજપના આગેવાનો તેમજ જસદણ વિછીયાના ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જસદણ પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ જિલ્લાના રમતગમત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જસદણના યુવાનોની વર્ષો જૂની રમત-ગમતના મેદાનની માંગ હતી તે પૂરી થતાં આ પંથકમાં યુવાનોમાં ખુશી છવાઈ ગઈ છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172




