Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત જનતા વિદ્યાલય અને ગ્રામ પંચાયતના  સંયુક્ત ઉપક્રમે ગીર કાંઠાના ગામ અને સ્વ. બાલુબાપા ગઢીયાની કર્મભૂમિ તાંતણિયા ખાતે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા શ્રી સર્વોદય સરસ્વતી વિદ્યામંદિર, બાબાપુર સંચાલિત જનતા વિદ્યાલય અને ગ્રામ પંચાયત, તાતણિયાના સંયુકત ઉપક્રમે તાંતણીયા ગામે નિશુલ્ક સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ગીર કાંઠાના તાંતણીયા ગામે યોજાયેલા આ કેમ્પમાં તાંતણિયા સહિત આજુબાજુના ગામના દર્દીઓએ પણ બહોળી સંખ્યામાં લાભ લીધો. કુલ મળીને ૧૯૦ થી વધારે દર્દીનારાયણે  કેમ્પમાં નિદાન તથા સારવાર મેળવી. કેમ્પમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના નિષ્ણાંત ડોક્ટરોની ટીમમાંથી ડો વાણીયા સાહેબ,ડો રાકેશસિંઘ સાહેબ,ડો મિસ્ત્રી સાહેબ, ડો ચાર્મી દેસાઈ તથા ડો. દર્શના શિયાળે આરોગ્ય લક્ષી તબીબી સેવા આપેલ.સાથે કેમ્પને સફળ બનાવવા સહયોગી  સ્ટાફ તરીકે ફાર્માસિસ્ટ શ્રી અજયભાઈ,શ્રી મયુરભાઈ તથા શ્રી કલ્પેશભાઈએ સહકાર આપેલ. અંતમા જનતા વિદ્યાલયના પ્રિન્સિપાલ સાહેબ શ્રી ધર્મેશભાઈ કનાલાએ  શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની નિશુલ્ક માનવીય સેવાને બિરદાવી અને તેમની આવા અંતરિયાળ વિસ્તારોમાં પણ  પધારીને  માનવીય તબીબી સેવા પ્રદાન કરવા બદલ ખૂબ આભાર માનેલ તથા શુભેચ્છા આપેલ.

IMG-20230428-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *