આજરોજ શાળામાંથી નિવૃત્ત થતા ત્રણ કર્મચારીઓનો શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો હતો. આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કેળવણી મંડળના પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ એ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. નિવૃત્ત થઈ રહેલા કર્મચારી શ્રી પી.આઈ ઉપાધ્યાય , શ્રીમતી એન.કે.પટેલ અને શ્રી કુંવરસિંહ સોલંકી નું કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી કર્મચારીને ગિફ્ટ , શ્રીફળ, કલગી અને કવર આપવામાં આવ્યું હતું. નિવૃત્ત કર્મચારીએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો તેમજ તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. શાળા પરિવાર વતી થી શ્રી વાય.આઈ.જોશી એ શાળા પરિવાર વતીથી બધા મિત્રો માટે પ્રતિભાવ આપ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગોપાલસિંહ રાઠોડ દ્વારા પ્રસંગ અનુરૂપ સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્ટાફ સેક્રેટરી પુનિતભાઈ પટેલ તથા કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ફાલ્ગુનીબેન ભગોરાએ કર્યું હતું. અંતમાં આભાર વિધિ શ્રી પી.જે.મહેતાએ કરી હતી. ભોજન ની વ્યવસ્થા નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
ઉમંગરાવલ સાબરકાંઠા
ઉમંગરાવલ સાબરકાંઠા
