તા,27 કુંકાવાવ નજીક આવેલા અમરાપુર ધાનાણી માં શ્રી ગુરુદત્ત આશ્રમ નાં બ્રમ્હલિન મહંત શ્રી ભભુતગીરી બાપુ ની ૧૬ મી પુણ્યતિથી ઉજવવામાં આવી. આ પ્રસંગે સૌ પ્રથમ ગામ માં પધારેલા તમામ સાધુ,સંતો, મહંતો ના સામૈયા કરી ધર્મસભા નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
*આપણા સૌરાષ્ટ્ર વિસ્તાર ના મોટાં મંદિરો ના સાધુ,સંતો,મહંતો પધારેલા હતા જેમાં વિક્રમ ગીરીબાપુ ઘેલા સોમનાથ, બુધ્ધગીરીબાપુ જુનાગઢ, આનંદગીરીબાપુ ભુતડી,દર્શનગીરીબાપુ ચોટીલા, ભુવનેશ્વરી માતાજી ધોરાજી, રંજનગીરી માતાજી, હરસુખગીરીબાપુ ભગવાગ્રુપ રાજકોટ, હરેશ પ્રગટ બાપુ મુકેશ પ્રગટ બાપુ રાંદલ ના દડવા,*
*શેષનાથ બાપુ કુકાવાવ,* *વામનદાસબાપુ ગોંડલીયા કુકાવાવ, શંભુગીરીબાપુ, શૈલેષગીરીબાપુ,* *રસિકબાપુ ભજન મઢી ધારી,* *પરશુરામબાપુ્,ભીખુભારથીબાપુ,*
*વિનોદગીરીબાપુ,ઉદયગીરીબાપુ અમરેલી,વગેરે બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતો ની ઉપસ્થિતિ રહેલ હતી.*
*દિપ પ્રાગટય કરી ધર્મસભા માં સનાતન ધર્મ ના મુળ સ્થંભ તેમજ દેશ ના વિવિધ ક્ષેત્રોમાં વસતાં તમાંમ સાધુ સંતો શુરા,વિરો,અને શહિદ વિરો ને યાદ કરી સાધુશાહિ ના ગહન રહસ્યો,નિયમો,૧૬ સંસ્કાર મુજબ સંસ્કૃતિ ની જાળવણી,સાધુ સંતો ના જીવન ચરીત્ર, ગુરુ મહિમા અને ગુરુકૃપા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય!?, સંત અને વસંત ની વ્યાખ્યા,સંસ્કૃતિ માંથી દૂષણ અને પર્યાવરણમાંથી પ્રદુષણ નિવારવું, ગર્ભ સંસ્કાર વિશેની વાત તેમજ ફોનની ઉપયોગીતા અને ઉપભોગ ની વાત, લક્ષ્મી ના પ્રકાર, દૂધમાં સાકર ભળે તેમ શિષ્યે ગુરુમાં મળી જાય તેમ શિષ્ય એ પણ સદ શિષ્યતા પ્રાપ્ત કરવી પડે છે આ વાત માં બ્રમ્હલિન શ્રી ભભુતગીરી બાપુ ના પરમ શિષ્ય એવા ગુરૂદેવ મંડપ સર્વિસ વાળા સ્વર્ગસ્થ, શ્રી અરવિંદભાઈ ગેવરીયા ને યાદ કરી તેમની શ્રેષ્ઠ સેવાઓ બદલ તેમના સુપુત્ર શ્રી હેમાંગ ભાઈ અને અજયભાઈ ને આશિર્વાદ આપેલા હતા તેમજ અમરાપુર ગામ ના યુવક મંડળ નુ પણ સ્ટેજ પર સન્માન કરવામાં આવેલ હતું.પુર્વ સરપંચ સુખાભાઈ વાળા દ્વારા આવેલ તમામ મહેમાનો નું આભાર દર્શન કરવા આવેલ.*
*ધર્મસભાના સમાપનમાં સર્વે સાધુ સંતો દ્વારા શ્રી ગુરુદત્ત આશ્રમના મહંત શ્રી વસંત ગીરીબાપુ ને ફુલહાર, માળા પહેરામણી તેમજ ચાદર ઓઢાડી સન્માનિત કરેલ હતા. ત્યારબાદ સાંજે મહાપ્રસાદ નું આયોજન કરેલું હતું જેમાં સંત પ્રણાલી મુજબ પરંપરા ગત રીતે પંગત પાડી સાધુ સંતોને પ્રેમથી ભોજન કરાવ્યું હતું સાથે ભેટપુજા દક્ષિણા પણ મહંત શ્રી વસંતબાપુ દ્વારા અર્પણ કરવામાં આવેલી હતી.*
*રાત્રિના ૧૦.૦૦ કલાકે સંતવાણી માં સુપ્રસિદ્ધ સંતવાણી આરાધક શ્રી પુરષોત્તમપરી બાપુ, મનહરદાન ગઢવી ,ઉસ્તાદ અશોકભાઈ ગોંડલિયા તેમજ કલાકાર વૃંદે સંતવાણી માં ઉપસ્થિત સંતો મહંતો સાથે ભજન પ્રેમી ના દિલ જીતી લીધા હતા. સંતવાણી બાદ સર્વે ને પ્રહર કરાવેલ હતો.સમગ્ર કાર્યક્રમ નું સ્ટેજ સુંદર સંચાલન દશનામ દર્શિત ના એડીટર શ્રી અતુલપરીબાપુ ગોસાઈ દ્વારા કરવામાં આવેલ હતું*
*રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ*


