Delhi

રાષ્ટ્રીય આયોગે Bournvitaને નોટિસ ફટકારી, શું છે આ મામલો.. જાણો

નવીદિલ્હી
દેશના લગભગ તમામ ઘરોમાં બાળકોને હેલ્થ ડ્રિંક આપવાની પ્રથા ઝડપથી વધી રહી છે. જેમાં પ્રથમ નામ બોર્નવિટાનું આવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્‌સ (દ્ગઝ્રઁઝ્રઇ) એ બાળકોના સ્વાસ્થ્યને સુધારવાનો દાવો કરતી બોર્નવિટામાં લગભગ અડધી ખાંડ હોવાના આરોપો પછી તેની માલિકીની કંપની મોન્ડેલેઝ ઈન્ડિયા ઈન્ટરનેશનલને નોટિસ મોકલી છે. આ સિવાય ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલ દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. સાત દિવસમાં કંપનીનો જવાબ અને વિગતવાર રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.ચિલ્ડ્રન્સ કમિશનને ફરિયાદ મળી હતી કે બોર્નવિટામાં દાવો કરવામાં આવ્યો છે કે તે બાળકોના શારીરિક વિકાસ અને વૃદ્ધિમાં મદદ કરે છે, જ્યારે તે બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કમિશને હવે એક નોટિસ મોકલી છે જેમાં ભ્રામક જાહેરાતો, પેકેજિંગ, લેબલો પાછી ખેંચી લેવા અંગે વિગતવાર અહેવાલ મોકલવા જણાવ્યું છે.મોન્ડેલેઝ ઈન્ટરનેશનલને આપવામાં આવેલી નોટિસમાં કમિશને કહ્યું કે, આ પ્રોડક્ટ વિશે કમિશનને કહેવામાં આવ્યું છે કે તેમાં ઘણી બધી ખાંડ છે. ઉપરાંત, કેટલાક ઘટકો એવા છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. બાળ અધિકાર પંચે જણાવ્યું હતું કે બોર્નવિટા હ્લજીજીછૈં માર્ગદર્શિકા અને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ફરજિયાત જાહેરાતો બતાવવામાં નિષ્ફળ રહી છે. આયોગે સ્નેક્સ કંપની પાસેથી એક અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.આરોપ છે કે ‘હેલ્થ ડ્રિંક’ના નામે વેચાઈ રહેલા બોર્નવિટામાં ખાંડની વધુ માત્રા ડાયાબિટીસનું જાેખમ વધારી શકે છે. આ દાવો વિશ્લેષક રેવત હિંમતસિંગકાએ એક વીડિયો પોસ્ટ કરીને કર્યો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ‘બોર્નવિટાની ટેગ લાઇન “તયારી જીત કી” છે, પરંતુ તે “તયારી ડાયાબિટીસ કી” હોવી જાેઈએ. જ્યારે આ વીડિયો વાયરલ થયો, ત્યારે કંપનીએ રેવંતને કાનૂની નોટિસ મોકલી, જેના પર રેવંતે દરેક જગ્યાએથી વીડિયો ડિલીટ કરી દીધો.

File-01-Paga-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *