Delhi

દેશમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં નવા ૭૫૩૩ કેસ નોંધાયા, ૪૪ લોકોના મોત થયા

નવીદિલ્હી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં ૯,૩૩૫ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭,૫૩૩ નવા કેસ નોંધાયા છે. ગુરુવારની તુલનામાં, નવા કેસોમાં ૧૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૫૩ હજારને વટાવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ૪.૪૯ કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૪૪ લોકોના મોત પણ થયા છે. જાે કે, આમાં ૧૬ જૂના કેસ છે, જેને કેરળએ આગલા દિવસે અપડેટ કર્યા છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને ૫,૩૧,૪૬૮ થઈ ગયો છે. અગાઉ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં ૯,૩૩૫ નવા કેસ નોંધાયા હતા. બુધવારે આ આંકડો ૯,૬૨૯ હતો. જયારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૫૩૩ કેસ નોંધાયા છે.. મંત્રાલયની વેબસાઈટ પર શેર કરાયેલા ડેટા મુજબ, રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ ૯૮.૬૯ ટકા નોંધાયો છે. ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૪૩,૪૭,૦૨૪ થઈ ગઈ છે, જ્યારે ડેથ રેટ ૧.૧૮ ટકા પર યથાવત છે. બ્રિટન બાદ હવે ભારતે પણ કોરોના વેક્સીનનું અપડેટેડ વર્ઝન તૈયાર કર્યું છે. તે સંપૂર્ણપણે ઓમિક્રોન અને તેના સબફોર્મ્સથી બનેલું છે, જેની એક માત્રા પૂરતી એન્ટિબોડીઝ ઉત્પન્ન થઈ શકે છે. આ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ લેનારાઓ માટે હશે.

File-01-Paga-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *