ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત ગુડ ગવર્નન્સના ભાગરૂપે જૂનાગઢ તાલુકા વહીવટીતંત્ર તથા મહાનગરપાલિકા દ્વારા નાગરિકો કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે તારીખ ૩૦/૪/૨૦૨૩ તથા તારીખ ૧/૫/૨૦૨૩ ના રોજ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો દલિત સમાજ ઓઘડનગર જોશીપરા (વોર્ડ નંબર ૪ -૫ તથા ૬) ખાતે સવારે ૧૦ થી સાંજના ૫ કલાક સુધી લાભ મેળવી શકશે.
આ કેમ્પમાં આયુષ્માન કાર્ડ, આવકના દાખલા, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વિધવા સહાય પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પેન્શન યોજના અને ઈ શ્રમ કાર્ડનો લાભ મેળવી શકાશે.