ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ટાઉનહોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ભવ્ય પરેડનું આયોજન
કરવામાં આવ્યું છે. જે પરેડનું જવાનો દ્વારા રીહર્સલ યોજાતા જિલ્લા કલેક્ટર શ્રી બી.એ શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી
વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, શહેર પ્રાંત અધિકારી
શ્રી દર્શન શાહ, ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી ધાર્મિક ડોબરીયા સહિતના અધિકારીશ્રીઓએ આ પરેડ નિહાળી હતી તેમજ જિલ્લા
કલેકટરશ્રીએ આ તકે પરેડની સલામી ઝીલી હતી.
