Gujarat

આણંદ તાલુકાના ખાનપુર પ્રાથમિક શાળાના બાળકોને દાતા તરફથી બુટનું દાન

*ખાનપુર પ્રાથમિક શાળાના 228 બાળકોને શાળાની ધુરા સંભાળતા સ્વરૂપસિંહ ચૌહાણ અને શાળા પરિવારના પ્રયત્નોથી તા.28.4.2023ના શુક્રવારે  228 બાળકોને દાતા શ્રી દેવલબેન દિલીપભાઈ પટેલ તથા મીનલબેન પ્રેમલભાઈ  પટેલ મૂળ ખાનપુર હાલ યુ એસ.એ.તરફથી હસ્તે દિલીપભાઈ ધીરુભાઈ પટેલ તરફથી 40700 રૂપિયાના બાળકોને બુટનું વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે શાળાનો સ્ટાફ અને એસ.એમ.સી કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા.દાતાઓનું પુષ્પગુચ્છ આપી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ જેઓ બાળકો અને વાલીઓના માનીતા હોય સૌ ગ્રામજનોએ સાથ સહકાર આપવાની ખાતરી આપી.શાળા ,બાળકો અને શિક્ષકો ખૂબ પ્રગતિ કરે તે માટે કટિબદ્ધ થયા.ભારત માતાકી જય…*

IMG-20230430-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *