દેશના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ” મન કી બાત”ના ૧૦૦ માં એપિસોડને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કડાછલા ગામે ઉત્સાહી મહિલા સરપંચ શ્રીમતી જાગૃતિબેનના નિવાસસ્થાને કાર્યકર્તાઓની હાજરીમાં નિહાળ્યો. “મન કી બાતે”૧૦૦ એપિસોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી તે નિમિત્તે નાની દીકરીના હસ્તે કેક કાપી કાર્યકર્તાઓ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા મીડિયા સેલના કન્વીનર અને એટીવીટી સભ્ય પરિમલ પટેલ,કડાછલા તાલુકા પંચાયત સદસ્ય કૈલાસબેન તડવી,કડાછલા ગામના પ્રથમ નાગરિક જાગૃતિબેન,જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ ઉત્પલ પટેલ,રીમજીભાઈ ભીલ,ગોપાલભાઈ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


