Gujarat

જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજિત અત્યાધુનિક શસ્ત્રોનું પ્રદર્શન જામનગરની જાહેર જનતા તા.૩મે સુધી સવારે ૯ થી ૧ તથા બપોરે ૩:૩૦ થી ૭:૩૦ સુધી નિહાળી શકશે

રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને કૃષિમંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ જામનગરની શ્રી સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં જિલ્લા પોલિસ તંત્ર દ્વારા
આયોજિત અદ્યતન અને પુરાતન શસ્ત્રનું પ્રદર્શન ખુલ્લુ મૂક્યું હતું. મહાનુભાવોએ પ્રદર્શનમાં ૩૪ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ
શસ્ત્રો વિષે જાણકારી મેળવી હતી.
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યોજાઇ રહેલા શસ્ત્ર પ્રદર્શનમાં બોમ્બ ડિસ્પોઝલના સાધનો, નેત્રમ, બોડી વોર્ન
કેમેરા, બુલેટ પ્રૂફ કાર, ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, .૩૮ બોર રિવોલ્વર, .૩૦૩ રોઝ રાયફલ, .૩૦૩ EY S.L.R રાયફલ, .303
નંબર‌‌‌-૧ માર્ક-૩ રાયફલ, ૦૩૦૩ ઈટાલીયન રાયફલ, .૪૫૫ ટી.એમ.સી, ૨” મોર્ટર, ૪૫૫ બોર રિવોલ્વર, ટીટો રિવોલ્વર,
લામા રિવોલ્વર, બ્રાઉની રિવોલ્વર, .૩૨ બોર રિવોલ્વર, વેરી લાઇટ પિસ્ટલ (કલર સેલ/રાઉન્ડવ), .૨૨ રાયફલ, MP-5 K
રાયફલ, રાયોટ ગન, ૯ એમ.એમ. કાર્બાઈન, ૯ એમ.એમ. સ્ટેન ગન, ૯ એમ.એમ. પિસ્ટલ ઓટો, ૩૮
એમ.એમ.એમ.એસ.એલ (મલ્ટી સેલ લોન્ચ ર), ૧૨ બોર પંપ એકશન ગન GF રાયફલ, ગેસ ગન સેલ, ૭.૬૨ એલ.એમ.જી,
A.G.L, માર્કસમેન બી.પી.વાહન સહિતના અત્યાધુનિક શસ્ત્રોનું જામનગરની જાહેર જનતા સવારે ૯ થી ૧ તથા બપોરે ૩:૩૦
થી ૭:૩૦ સુધી નિદર્શન કરી શકશે.
આ શસ્ત્ર પ્રદર્શનમાં કેબિનેમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદશ્રી પૂનમબેન માડમ, મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, જિલ્લા
પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી
દિવ્યેશભાઈ અકબરી, અગ્રણીઓશ્રી ડો. વિમલભાઈ કગથરા, શ્રી રમેશભાઈ મૂંગરા, કલેકટરશ્રી બી. એ. શાહ, કમિશનરશ્રી
ડી.એન. મોદી, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *