નવીદિલ્હી
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીને રવિવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેડ્ડીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રાત્રે લગભગ ૧૦.૫૦ વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ છૈંૈંસ્જીમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રીને છાતીમાં ખેંચાણની ફરિયાદ સાથે રવિવારે રાત્રે ૧૦.૫૦ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રેડ્ડીને કાર્ડિયો ન્યુરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીને કાર્ડિયો ન્યુરો સેન્ટરના કાર્ડિયાક કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉના દિવસે, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ભારતની ધરોહર, ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. રેડ્ડી અહીં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (એનજીએમએ) ખાતે રેડિયો કાર્યક્રમના ૧૦૦મા એપિસોડને ચિહ્નિત કરવા માટે પ્રદર્શન ‘જનશક્તિઃ અ કલેક્ટિવ પાવર’ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા હતા.