ભૂતકાળમાં બોર્ડની પરિક્ષાઓના પરિણામમાં રાજ્યમાં છેલ્લા ક્રમાંકે રહેતા સરહદી અને આદિવાસી વિસ્તારના છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી ઉત્તરો ઉત્તર જિલ્લાના પરિણામમાં સુધારો થઈ રહ્યો છે,જિલ્લાના IAS અને IPS અધિકારીઓએ શાળાઓમાં જઈને બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ-ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આજે આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ માં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 36.17% આવ્યું છે,જિલ્લાના જે બે કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાઈ હતી તેમાં છોટાઉદેપુર કેન્દ્રનું 43.22%જ્યારે બોડેલી કેન્દ્રનું 25.54% પરિણામ આવ્યું છે,જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમાંકે બોડેલીની શેઠ એચ એચ શિરોલવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે,જેમાં 83.33% ગુણ સાથે પ્રજાપતિ કશીષ જીગ્નેશ કુમાર પ્રથમ ક્રમાંકે રહી છે, સફળતા હાંસલ કરનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા જિલ્લા શિક્ષણાધિકારીએ આવનાર વર્ષોમાં જિલ્લાનું પરિણામ વધુ સારું આવે તે માટે વધુ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
