Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી કિ.રૂ.૧,૦૧,૬૦૦ /- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો.  

રોહન આનંદ ઇ.પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે આધારે જે.પી મેવાડા ઇન્ચા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પો.સ.ઇ. એલ.સી.બી તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી કામગીરી કરવા જણાવેલ જે આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે એક ઇસમ ચોરીની સાયકલ લઇને છોટાઉદેપુર પેલેસ સામે સરસ્વતી સ્કુલની પાછળ ઉભો છે જે હકિકત આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ ઇસમ જેનું નામ સાદિકઅલી ઇદાયતઅલી મકરાણી ને કોર્ડન કરી પકડી પાડી સાયકલ અંગે ખાત્રી તપાસ કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં સાયકલ ચોરી અંગે એક દિવસ અગાઉ એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૩૦૩૭૮-૨૦૨૩ ઇ.પી.કો.કલમ.૩૭૯ મુજબનો ગુનો સદરી પાસે મળી આવેલ સાયકલ તથા અન્ય સાયકલો બાબતે નોંધાયેલ હોય જેથી મળી આવેલ સાયકલની કિ.રૂ.૮,૫૦૦/- ની ગણી તેમજ અલગ અલગ જગ્યાએથી ચોરી કરી સંતાડી રાખેલ બીજી અલગ-અલગ કંપનીની સાયકલો નંગ-૨૧ મળી કુલ નંગ-૨૨ ની કુલ કિંમત રૂપિયા.૧,૦૧,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય પકડાયેલ ઇસમને સી.આર.પી.સી.૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230502-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *