Gujarat

ગીર પંથક  ના ધો.12 સાયન્સ ના છાત્રો જલકયા ઘુસિયા ગીર કેન્દ્ર  ગુજરાતમાં ટોપટેન માં સ્થાન મેળવ્યું 

હાર્દિક કાનાબાર પ્રાચી
અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલનું ધો 12  સાયન્સ કેન્દ્ર નું ઉચ્ચ પરિણામ
ગીર પંથક ના બાળકો ભણતર માં ઉચ્ચ દેખાવ કરી નવીનતમ રેકોર્ડ બનાવી રહ્યા હોય ત્યારે  આજે ગુજરાત માં ધો 12 સાયન્સ નું જાહેર થયેલું પરિણામ માં ઘુસિયા ગીર નું અમર શહીદ ધાનાભાઇ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ કેન્દ્ર ગુજરાત માં ટોપટેન માં આવ્યું છે તેમજ ગીર સોમનાથ જિલ્લા માં  પ્રથમ સ્થાને રહેતા રહેતા શિક્ષણ આલમ માં ગૌરવ ની લાગણી પ્રસરી છે
ઘુસિયા ગીર ખાતે તાલાલા એજ્યુકેશનફાઉન્ડેશન ના નેજા હેઠળ તાલાલા પંથક ના અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો જેમકે વેરાવળ, માળીયા, સુત્રાપાડા, પાટણ,સોમનાથ, ના બાળકો ને શિક્ષણ પૂરું પાડવાસ્વ. ધાનાબાપા બારડે 43 વર્ષ પહેલાં સ્થાપેલ સંસ્થા શિક્ષણક્ષેત્રે બાળકોની ઉજ્વળ કારકિર્દી બનાવી રહી છે તાલાલા ના દિવંગત ધારાસભ્ય સ્વ. શ્રી જશુભાઈ બારડે સંસ્થા માં પ્રાથમિક-માધ્યમિક -ઉચ્ચ માધ્યમિક કોલેજ સહિત ના ડીગ્રી કોર્સ ઉપલબ્ધ કરાવી બાળકોને આધુનિક ટેકનોલોજીઅને સંપુણ સુવિધા વાળા શાળા અને કોલેજ બિલ્ડીંગ નું નિર્માણ કરી ભણતર માટે બેસ્ટ પ્લેટફોર્મ આપેલ છે જે આજે  ઉચ્ચ પરિણામ આપી ગુજરાત માં ટોપટેન માં સ્થાન મેળવતું અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ શેક્ષણિક આલમ માં ગૌરવ ની લાગણી પ્રસરીછે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *