Gujarat

ધ્રાંગધ્રા તાલુકાનાં વરાજપર એપ્રોચ રોડ પાસ થતાં ખાતમુરત કરાયું.

ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા તાલુકાનાં મુખ્ય રોડથી વરાજપર ગામ ને જોડતો રોડ બિસમાર બનતા ત્યાં 1.20 કરોડ નાં ખર્ચે નવા રોડ નું કામ પાસ કરવામાં આવ્યું છે જેનું આજ રવિવારના રોજ સ્વર્ણિમ ગુજરાત અધ્યક્ષ આઈ કે જાડેજા  અને ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા નાં હસ્તે ખાત મુરત કરવામાં આવ્યું હતું.
આ તકે આઈ કે જાડેજા દ્વારા રાજ્ય સરકાર ની ઉપલબ્ધીઓ અને વિકાસ નાં કાર્યો નો ચિતાર આપી ને સરકાર દ્વારા રોડ, પાણી, વીજળી અને આર્થિક સદ્ધરતા માટે કરાયેલા તમામ પ્રયાસ ને ગામજનો સમક્ષ ખુલ્લા મુક્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય છત્રસિંહ, વિક્રમ સિંહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અમુભાઈ, અતુલભાઈ જેજારીયા, કારોબારી ચેરમેન  કનકસિંહ ઝાલા, ધવલભાઈ સુરેલા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

IMG-20211017-WA0257.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *