મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જીલ્લાનાં નડિયાદ ખાતે નડિયાદ સુન્ની મુસ્લીમ સમાજ, મુજાવાર અને દરગાહ શરીફના કાર્યકર્તા દ્વારા નડિયાદ ખાતે હઝરત અલોલક શાહ પીરનો સંદલ શરીફ અને ઉર્સ ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.
હઝરત અલોલક શાહ પીરનો પવિત્ર સંદલ શરીફ બુધવાર રાત્રે ઈશાની નમાઝ બાદ પુર્ણ કરવામાં આવ્યું, ત્યારબાદ ન્યાઝ (પ્રસાદ)ની વહેચણી કરવામાં આવી.
આ શુભ પ્રસંગે ખેડા જિલ્લાના નડીઆદ સહિત આજુબાજુના અન્ય વિસ્તારના અકિદતમંદો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને આસ્થાના ગણાતા પવિત્ર સ્થળના(જ્યારત) દર્શન કર્યા હતા.તેમજ દેશ માં કોમી એકતા અને ભાઈ ચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.


