Gujarat

વીજ કનેક્શન, પેન્શન યોજના, જમીન માપણી, રેશનકાર્ડ, સિંચાઇ, સરકારી દબાણ સહિતની અરજીઓ હકારાત્મક નિકાલ કરાયો  

લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર મહિને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોની અરજીઓનો હકારાત્મક નિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જિલ્લા કક્ષાએ ૧૦૦ અને તાલુકા કક્ષાએ ૯૯.૭૬ ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

લોકોના પડતર પ્રશ્નોનો નિકાલ હવે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના પ્રશ્નો મુખ્યમંત્રી સાંભળી તેનું નિરાકરણ લાવતા હતા. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને સફળતા મળતા હવે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને મામલતદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા તેમનો હકારાત્મક નિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો માર્ચ-૨૦૨૨ થી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં જિલ્લા કક્ષાએ ૧૬૧ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના ૧૦ તાલુકાની તાલુકા કક્ષાની ૧૬૫૦ અરજીઓમાંથી ૧૬૪૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં માંગરોળ અને મેંદરડા તાલુકાની અરજીઓ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને લાગુ ન પડતી હોય તેના કારણે આ અરજીનો નિકાલ કરવામાં આવ્યો નથી.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં આવેલ જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની અરજીઓમાં વીજ કનેક્શન, પેન્શન યોજના, જમીન માપણી, ગેરરીતી અને ફ્રોડ બાબતે, રસ્તા બાબતે, ગૌચર દબાણ, રેશનકાર્ડ બાબતે, સિંચાઇ માટે અને પોલીસ ફરિયાદ સહિતની વિવિધ બાબતો અંગેની અરજીઓ કરવામાં આવી હતી. આ તમામ અરજીઓને મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ધ્યાને લઇને તેમનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા એક વર્ષમાં જિલ્લા કક્ષાની ૧૬૧ અરજીઓનો હકારાત્મક નિકાલ કરી ૧૦૦ ટકા અરજીઓ નિકાલ કર્યો છે. જ્યારે જિલ્લાના ૧૦ તાલુકાની તાલુકા કક્ષાની ૧૬૫૦ અરજીઓમાંથી ૯૯.૭૬ ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

આમ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા લોકોના પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક કક્ષોએથી આવે તે માટે અરજીઓનો હકારાત્મક નિકાલ કરી લોકોની સમસ્યાઓનું સમાધાન કરે છે.

krushi-uni-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *