Delhi

બંગાળની ખાડીમાં હાલ સ્થિતિ થી આગામી સમયમાં તોફાની ચક્રવાતમાં પરિવર્ત થઈ શકે ઃIMD

નવીદિલ્હી
બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને લઈને બંગાળની ખાડીમાં આવેલા રાજ્યો દ્વારા જરુરી પગલા પણ ભરી લેવામાં આવ્યા છે. ભારતના હવામાન વિભાગ દ્વારા અસરગ્રત રાજ્યોની સંભાવનાને જાેતા દરિયાની કામગીરી સાથે જાેડાયેલા લોકોને સતર્ક રહેવા અને માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. બુધવારે હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયા બાદ તે ડિપ્રેશનમાં અને તે પછી ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જાેકે, તેની ગતિ, ટ્રેક વગેરે અંગે સચોટ માહિતી માટે રાહ જાેવાઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ૪ મેએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા આ મામલે વધુ વિગતો જણાવવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૬થી ૭ તારીખે બંગાળની ખાડીમાં લો-પ્રેશર બની શકે છે, આ પછી ૮ તારીખે આ લો-પ્રેશર આગળ જતા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. જે પછી આગામી સમયમાં આ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતાઓ હાલ જાેવામાં આવી રહી છે. આ ચક્રવાતને લગતી વિગતો પર હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સતત નજર રાખી રહ્યા છે. આ સાથે ડિપ્રેશન ઉભું થયા બાદ બંગાળની ખાડીમાં આવેલા કયા રાજ્યો પર તેની અસર થશે તે અંગે પણ વિગતે જણાવવામાં આવેશે. આ સાથે વૈજ્ઞાનિક જણાવી રહ્યા છે કે આ સિસ્ટમ મોટાભાગે દરિયામાં રહેશે અને તેની તિવ્રતા વધુ હોવાની સંભાવનાઓને જાેતા માછીમારોને ભારે ચેતવણી આપવામાં આવી છે. ૭-૮ આંદામાન-નિકોબારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે, આ દરમિયાન દરિયામાં મોજાના ઉછાળા વધી જશે. દરિયામાં કરંટ જાેવા મળશે જેથી કરીને બંગાળની ખાડીમાં માછીમારી માટે જનારા માછીમારોને સાવધાન રહેવા તથા દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. દિવસો આગળ વધતા ૧૦ તારીખ સુધીમાં દરિયો વધારે રૌદ્ર બનવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ક્રિએટ થઈ રહી છે તે આગામી સમયમાં વધારે આક્રામક સ્વરૂપ ધારણ કરી શકે છે, જેના કારણે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. સિસ્ટમ સક્રિય થતા તેજ પવન સાથે ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી બેથી ત્રણ દિવસમાં જાે બંગાળની ખાડીમાં ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે તો તેને મોચા નામ આપવામાં આવશે. આ વાવાઝોડું બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ કે કયા ભાગોને અસર કરશે તે અંગે હવામાન વિભાગ દ્વારા નજર રાખીને જરૂર જણાશે તો અસર પામનારા રાજ્યો માટે ચેતવણી જાહેર કરવામાં આવી શકે છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *