સુરત
સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો હતો. પીએમ કેરમાંથી મળેલા વેન્ટિલેટર વ્યવસ્થાના અભાવે ધૂળ ખાઇ રહ્યા છે. સફાઈનો અભાવ અને પ્લાસ્ટિકના કવર ન ચડાવાતા વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા હોવાનો ખુલાસો થયો છે. કોરોના કાળ સમયે હજારો દર્દીઓના જીવ બચાવવા કેન્દ્ર સરકારે કરોડોના ખર્ચે ૧૦૦થી વધુ વેન્ટિલેટરની ફાળવણી કરી હતી. પરંતુ હવે આ વેન્ટિલેટર સફાઈના અભાવે ભંગારની જેમ મૂકી દેવાયા હતા. વેન્ટિલેટર સંવેદનશીલ હોવાથી ઉપયોગ વિના મૂકી રાખવાથી ઝડપથી ખરાબ પણ થઈ જાય છે. તો આ વેન્ટિલેટર જ્યારે પણ ઉપયોગમાં લેવાય ત્યારે દર્દીઓના જીવને જાેખમ છે સાથે જ શોર્ટ સર્કિટની પણ સંભાવના છે. ત્યારે વેન્ટિલેટર જેવા મહત્વના ઉપકરણો મુદ્દે બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી જરૂરી હોવાના સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલના સિવિલ અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે વેન્ટિલેટર જાળવણી માટે એક રૂમમાં મુકવામાં આવ્યા છે. અમે સાવધાની રાખીએ જ છીએ.
