Gujarat

અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સંકલનમાં રહી સ્પ્લેન્ડરપ્રો મોટર સાયકલ શોધી મુળ માલીકને પરત આપવામાં આવ્યુ    

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) શ્રી જે.પી.ભંડારી તથા ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી જે.એમ.કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
                        તા.૦૫/૦૫/૨૦૨૩ ના રોજ અમરેલી શહેરના નાગરીકશ્રી પ્રવિણભાઇ ચકુભાઇ પરમાર રહે. અમરેલી વાળા અત્રે ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે આવેલ અને જણાવેલ હોય કે, તેઓ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ક્રિષ્ના ડાયનીંગ હોલ ખાતે જમવાનું પાર્સલ લેવા માટે ગયેલ હતા અને પાર્સલ લઇ પરત આવતા તેની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ નંબર GJ 14 AE 4590 કોઇ લઇ ગયેલ હોય, જે અંગે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ના સ્ટાફ દ્વારા માર્કેટીંગ યાર્ડ પાસેના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા ઉપરોકત ગાડી એક ઇસમ લઇ માર્કેટીંગ યાર્ડ તરફ જતો જોવા મળેલ બાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ઉપરોકત વિગત જણવતા તેઓ દ્વારા માર્કેટીંગ યાર્ડમાં તપાસ કરતા મોટર સાયકલ લઇ જનાર ઇસમ માર્કેટીંગ યાર્ડમાં ઉભેલ હોય, જેથી અમરેલી સીટી પોલીસ દ્વારા મોટર સાયકલ બાબતે તેની પુછપરછ કરતા સદરહું મોટર સાયકલ લઇ જનારે જણાવેલ કે, તેઓ તેના મિત્રનું મોટર સાયકલ લઇ ક્રિષ્ના ડાયનીંગ હોલમાં જમવા માટે આવેલ હોય અને મોટર સાયકલ જોયા વિના ભુલથી અન્ય કોઇનું મોટર સાયકલ લઇ આવેલ હોય, જેથી પ્રવિણભાઇ ચકુભાઇ પરમારને ખરાઇ કરી તેઓની માલીકીની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્રો ગાડી નંબર GJ 14 AE 4590 પરત અપાવેલ છે.
   આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પી.આઇ.શ્રી ડી.વી.પ્રસાદ તથા ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પી.આઇ.શ્રી જે.એમ.કડછાની સુચના અને માર્ગદર્શન હેઠળ ‘‘નેત્રમ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ હેડ કોન્સ. પ્રવિણભાઇ ભાલીયા, પોલીસ કોન્સ. રાજેશભાઇ હિંગુ, લાભુગીરી ગોસાઇ તથા અશોકભાઇ ખેતરીયા તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ. વનરાજભાઇ માંજરીયા તથા ચિરાગભાઇ માટીયા વિ. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230506-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *