ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રા. શિક્ષકોની તેમના હાજર થયાથી આજદિન સુધીની તપાસની
પુનઃ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તાજેતરનાં જિલ્લા પ્રા. શિક્ષણ અધિકારીનાં કાર્યકાળ દરમિયાન નાણાકીય
વર્ષ ૨૦૨૧/૨૨ અને ૨૨/૨૩ સુધીની તપાસ કરી, આ ચાલુ વર્ષ દરમિયાન પ્રા. શિક્ષકોની ખાતાકીય તપાસ, ગંભીર પ્રકારની
ભૂલોની તપાસ, સર્વ શિક્ષામાં થયેલ બાંધકામની તપાસ જેવી અનેક વહીવટી તપાસ કરવામાં આવે તેમજ પ્રા. શિક્ષકો સામે આવેલ
ફરિયાદ બાદ અહેવાલની તપાસ કરવામાં આવે અને કસૂરવાર શિક્ષકો સામે લીધેલ પગલાંની તપાસ કરવામાં આવે અને આ કશુરવાર
શિક્ષકો સામે પગલાં લીધાં છે તે યોગ્ય છે કે કેમ, તેમાં મામકાવાદ થયો છે તેની તપાસ કરવામાં આવે. સામાજિક, રાજકીય
આગેવાનો, પદાધિકારીઓ દ્વારા સરકારની યોજનાકીય કે ગ્રાન્ટ સર્વ શિક્ષામાં થયેલ બાંધકામની તપાસની ફરિયાદ કે તપાસ બાબતે
રજુઆતો કરવામાં આવી હોય તે રજુઆતો કે તપાસ અન્વયે જી.પ્રા. શિક્ષણાધિકારીએ તપાસ કરેલ હોય તેની પણ ચકાસણી કરવામાં
આવે, વિજળીકરણ અને પાણીની સુવિધાઓ બાબતે આ વર્ષો દરમિયાન એક કરતાં વધારે વખત અમુક અને ચોક્કસ શાળાઓને
ફાળવવામાં આવી છે. અને અન્ય શાળાઓને અન્યાય થયો હોય તેમજ સરકારી વાહનની એમ.બી.ની તપાસ કરી ટ્રાન્સપોર્ટ ગ્રાન્ટની
ફાળવણી અને મંજૂરીની તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ છે. આ મુદ્દાઓની રાજ્ય કક્ષાનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ ટીમ
બનાવી તપાસ કરવામાં આવે તેવી યુવા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા દ્વારા ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી,
તેમજ અગ્ર સચિવ શિક્ષણ વિભાગ ગાંધીનગર, ડો.વિનોદ રાવ, સચિવ શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ગાંધીનગર,
ડો. રતનકંવર ગઢવી ચારણ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર, વિજિલન્સ કમિશન, ગુજરાત તકેદારી આયોગ,
ગાંધીનગર પાસે તપાસની માંગ કરી છે. હવે આ બાબતે તપાસ થશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. અત્રે ઉલ્લેખનીય છેકે
જ્યારથી આ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી આવ્યા છે. ત્યારથી મામકવાદ ચલાવતા હોય અને તપાસોમાં એક તરફી અભિગમ
રાખતા હોય તેવી શિક્ષકોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે તેના કાર્યકાળની તપાસ થાય તેવી માંગ થઈ રહી છે.