Gujarat

કોરોના બાદ અમદાવાદમાં ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર

અમદાવાદ
થોડાક મહિના અગાઉ પણ પોસ્ટ કોવિડના લક્ષણોમાં આ રોગ વધ્યો હતો. આ કોઈ નવો રોગ નહીં પરંતુ જુનો રોગ છે. અને રોગચાળા બાદ તેની અસર વધી છે. વાઇરલ ઈન્ફેક્શન થાય તો એના ૨૦ દિવસ પછી પણ આ રોગ થતો હોય છે.અમદાવાદ શહેર રોગચાળાના ભરડામાંથી બહાર નથી આવી રહ્યું. રોગચાળાની એક પછી એક આફતો આવતી જ જાય છે. શહેરમાં હવે ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે ભરડો લીધો છે. રોગચાળાથી સાજા થયેલા દર્દીઓમાં હવે ગુલિયન બારી સિન્ડ્રોમ એટલે કે જીબીએસના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે. અગાઉ કોરોનાનો કહેર હતો ત્યારે પણ આવા કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો. હાલમાં કોરોનાના કેસ ઘણા ઓછા છે પણ અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૪૫ દિવસમાં જ ૩૫ જેટલા દર્દી ગુલિયન બારી સિન્ડ્રોમના નોંધાયા છે. આ ઉપરાંત બે દર્દીનાં મોત થયા છે. સિવિલ હોસ્પિટલના તબીબી સૂત્રો પ્રમાણે – ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા જેવા રોગમાં સાજા થયેલા દર્દીઓ હવે ગુલિયન બારી સિન્ડ્રોમમાં સપડાઈ રહ્યા છે. ડૉક્ટરોના મતે ૨થી ૬ સપ્તાહમાં આ રોગનું પ્રમાણ વધી જતું હોય છે. વાઈરલ ઈન્ફેક્શન થાય એના વીસેક દિવસ પછી આ રોગ થતો હોય છે.

Corona-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *