Odisha

ઓડિશામાં રાષ્ટ્રપતિના સંબોધન દરમ્યાન લાઈટ જતા અંધારામાં સાંભળતા રહ્યા દર્શકો

ઓડિશા
ઓડિશામાં મહારાજા શ્રી રામચંદ્ર ભંજદેવ વિશ્વવિદ્યાલયના ૧૨માં દીક્ષાંત સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન દરમ્યાન લાઈટ જતી હતી. વીજળી જતાં સમગ્ર કાર્યક્રમ અંધારામાં થયો હતો. આ ઘટના શનિવારની છે, જ્યાં રાષ્ટ્રપતિ મુર્મૂના સંબોધન દરમ્યાન થોડી મીનિટોમાં જ લાઈટ જતી રહી હતી. લગભગ ૧૧.૫૬થી ૧૨.૦૫ કલાક સુધી લાઈટ ન આવી. જાે કે, તેમ છતાં પણ મુર્મૂએ પોતાનું સંબોધન ચાલું રાખ્યું હતું. હકીકતમાં કાર્યક્રમ સ્થળ પર માઈટ સિસ્ટમ ચાલું હતી અને એસીની સિસ્ટમ પણ કામ કરી રહી હતી. સંબોધન દરમ્યાન મુર્મૂએ કહ્યું કે, વીજળી આપણી સાથે સંતાકુકડી રમી રહી છે. મોટી સંખ્યામાં આવેલા દર્શકો ધૈર્યપૂર્વક અંધારામાં મુર્મૂની વાત સાંભળવા માટે બેસી રહ્યા હતા. યૂનિવર્સિટીના ઉપ કુલપતિ સંતોષ કુમાર ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ મુર્મૂના સંબોધન દરમ્યાન લાઈટ જવા પર માફી માગી. તેમણે કહ્યું કે, હું આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે પોતાની જાતને દોષિ માનું છું. અમે તેના માટે શરમ અનુભવીએ છીએ. અમે નિશ્ચિતપણે આ ઘટનાની તપાસ કરીશું અને જવાબદારી વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરીશું. રાજ્યના સ્વામિત્વવાળી ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડે આ આયોજન માટે જનરેટની સપ્લાઈ કરી હતી. અમે તેમની સાથે આ અંગે વાત કરીશું. આપને જણાવી દઈએ કે, દ્રૌપદી મુર્મૂ ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરના રહેવાસી છે અને લોકો તેમને અહીં માટી કી બેટી બોલાવે છે. ટાટા પાવર, નોર્થ ઓડિશા પાવર ડિસ્ટ્રીબ્યૂશન લિમિટેડના સીઈઓ ભાસ્કર સરકારે જણાવ્યું કે, વીજળીના તારમાં કંઈક ખરાબી હોવાના કારણે આ ગરબડ થઈ હતી.

Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *