Gujarat

ગુજરાતમાં ક્યારે બંધ થશે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગનો શું છે અનુમાન

અમદાવાદ
એપ્રિલ બાદ મે માસની શરૂઆતથી દેશભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ માવઠાના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે. તો ગુજરાતમાં કમોસમી વરસાદ ક્યાં સુધી પડશે. તાપમાનનો પારો કેટલો ઉંચકાશે, હવામાન વિભાગે શું અનુમાન વ્યક્ત કર્યો છે. જાણીએ.. હાલની સ્થિતિની વાત કરીએ તો ગુજરાત પર કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત પર વાદળો જાેવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં આજે એક દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા જાેવાઇ રહી છે. તો કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, તાપી,ડાંગમાં આજે કમોસમી વરસાદ થઇ શકે છે. રાજ્યમાં આજે એક દિવસ કમોસમી વરસાદ બાદ વરસાદ બંધ થઇ જશે બાદ તાપમાનનો પારો ઉંચે જશે.. . આજે દાહોદ, ડાંગ, તાપી,રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો આવતીકાલથી રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઉંચકાય તેવી શક્યતા છે. .. ગરમીનો પારો બેથી ચાર ડિગ્રી વધે તેવી શક્યતા ૯મેએ અમદાવાદમાં ગરમીના યલ્લો એલર્ટની શક્યતા છે.. ૧૧થી ૧૪ મે દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો ૪૪થી ૪૬ ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *