અમરેલી
અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. મહિલાનું તેના જ પતિ દ્વારા છરીના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. જાે કે, ચોંકાવનારી વાત એ છે કે, પતિએ ઘરકંકાસના કારણે તેમની પત્નીની હત્યા પોતે પણ આપઘાત કરી લીધો હતો. આરોપી પતિ પત્નીની હત્યા કરી અમરેલીથી જસદણ વિસ્તારમાં જતો રહ્યો હતો અને ત્યા ઝેરી દવા પી મોતને વ્હાલુ કર્યું હતું. ઘટનાની જાણ થતા અમરેલી સીટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
