Gujarat

અમરેલીના લગ્નમાં નોનવેજ સાથે દૂધનો હલવો ખાતા ૧૦૦થી વધુ લોકોને થયું ફૂડ પોઈજીંગ

અમરેલી
રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં નોનવેઝ બિરયાની અને દૂધનો હલવો બનાવ્યો હતો. ૨૫૦૦ ઉપરાંતનુ ભોજન સમારંભ રાખવામાં આવ્યું હતું. જે બાદ ૧૦૦ જેટલા લોકોને હાલમાં અસર થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ડુંગર, રાજુલા, સાવરકુંડલા, મહુવા એમ અલગ અલગ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફૂટ પોઇઝનિંગની અસર થવાનો આંકડો હજુ પણ વધારે વધી શકે છે. આસપાસના સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને હાજર રહેવા આરોગ્ય વિભાગે આદેશ જારી કર્યા છે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *