Madhya Pradesh

મધ્ય પ્રદેશના છતરપુરમાં કથા કરવા આવેલા કથાવાચકનો શિષ્ય યજમાનની પત્નીને લઈને ભાગ્યો

છતરપુર
મધ્ય પ્રદેશના છતરપુરમાં એક યજમાનને રામકથા કરાવવી ભારે પડી હતી. બન્યું છે એવું કે, કથાવાચન માટે આવેલા કથાવાચકનો શિષ્ય જ યજમાનની પત્નીને ભગાડીને લઈ ગયો હતો. પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેના પર પોલીસ ફરિયાદ નોંધી લીધી છે. એક મહિના બાદ જ્યારે ફરિયાદકર્તાની પત્ની મળી ગઈ તો, પોલીસે તેને નિવેદન નોંધવા માટે બોલાવી હતી. પણ મહિલાએ પતિ સાથે રહેવાની ના પાડી દીધી અને ચિત્રકૂટ ધામમાં ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય નરોત્તમ દાસ દુબે સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હકીકતમાં આ મામલો ૨૦૨૧માં શરુ થયો હતો. જ્યારે મહિલાના પતિ રાહુલ તિવારીએ ગૌરીશંકર મંદિરમાં રામકથાનું આયોજન કરાવ્યું હતું. કથાવાચન માટે ચિત્રકૂટના કથાવાચક ધીરેન્દ્ર આચાર્યને બોલાવ્યા હતા. આચાર્ય પોતાના શિષ્ય નરોત્તમ દાસ દુબે સાથે રામકથા કરવા આવ્યા હતા. પતિ રાહુલનો આરોપ છે કે, કથા દરમ્યાન તેની પત્નીને નરોત્તમ દાસ દુબેએ પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી અને બાદમાં મોબાઈલ નંબર લઈને બંને વાતો કરવા લાગ્યા હતા. ગત ૫ એપ્રિલને નરોત્તમ તેની પત્નીને ભગાડીને લઈ ગયો હતો. આ મામલામાં જિલ્લાના એસપી અમિત સાંધીનું કહેવું છે કે, વિવાદની કારણે મહિલા પોતાના પતિ સાથે રહેવા નથી માગતી. એટલા માટે કોઈ કેસ બનતો નથી. તેમ છતાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *