જોડિયા તાલુકા ના જસાપર ગામે કડવા પાટીદાર ના પનારા પરિવાર ના સુરાપુરા પૂ.રાજાબાપા નું મંદિર આવેલ છે.પૂ.રાજાબાપા ની જામનગર ના લાખાબાવળ થી 26/5/1991 માં જસાપર ખાતે પધરામણી થઈ હતી.જે અન્વયે પનારા પરિવાર દર વર્ષે આ તિથિ ઉજવણી કરે છે.જેમાં અંદાજે પનારા પરિવાર ના 50 ગામ માં ફેલાયેલ પરિવાર આ દિવસે સુરાપુરા ના દર્શને અવશ્ય પધારે છે.અને બાપા ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.આ દિવસે બપોરે બાદ 2 કલાકે રામજી મંદિરે થી દવજારોહણની પધરામણી પરિવાર જાણો વાંચતે ગાજતે લાવે છે.અને 4-30 વાગે પૂ.રાજાબાપા અને વાછરાડાડા ના મંદિરે ધ્વજરોહણ ચડાવવામાં આવશે. ત્યાર બાદ સાંજે તમામ પરિવાર મહા પ્રસાદ લેવામાં આવે છે. અને તા. 26.05.23 ની રાત્રે લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા અને સંતવાણી નો કાર્યક્રમ રાખવામાં આવે છે.આ ધાર્મિક કાર્યક્રમ ની સાથે સાથે શિક્ષણ ને પણ મહત્વ આપવાના હેતુ અન્વયે દર વર્ષે પરિવાર ના તેજસ્વી તારલાને સિલ્ડ આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
આ વર્ષે વિશેષ પનારા પરિવાર દવારા મંદિર ની સામે જ જગ્યા ઉપર મોટું રાજાબાપા ભુવન નું નિર્માણ કાર્ય કરેલ છે જેમના લોકાર્પણ નો કાર્યક્રમ રાખેલ છે.જેમાં પરિવાર જનો દવારા અંદાજે દોઢ કરોડ (1.5) ફાળો એકત્ર કરેલ છે.જેમાં દાતાઓ નું સન્માન કાર્યક્રમ નું આયોજન કરેલ છે.આ કાર્યક્રમ નું તમામ આયોજન અને મહેનત શ્રી રાજાબાપા પનારા પરિવાર સમિતિ અને કાર્યકરો દવારા કરવામાં આવે છે…………………………………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………………