Gujarat

સાવરકુંડલા હિન્દૂ ધર્મસેના  દ્વારા   અખિલ ભારતીય સંત સમિતિના અઘ્યક્ષ પરમ પૂજ્ય નૌતમપ્રકાશદાસ સ્વામીજીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા મુકામે બરવાળીયા પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથામૃતમમાં આશીર્વચન દેવા પધારેલ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સત્સંગ મહાસભા વડતાલ ધામના અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નૌત્તમપ્રકાશદાસજી સ્વામીજીનું હિન્દુ ધર્મ સેના સાવરકુંડલા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વામીશ્રી દ્વારા શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે અભિષેક કર્યા બાદ, શ્રીમદ્ ભાગવત કથામા ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને સ્વામીશ્રીની દિવ્ય અમૃતવાણીનો લાભ પ્રાપ્ત થયો હતો.
આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા તથા હિંદુ ધર્મ સેના સાવરકુંડલા પ્રમુખ શ્રી મયુરભાઈ ખાચર, હિંદુ ધર્મ સેના સાવરકુંડલા મહામંત્રી શ્રી અમિતભાઈ પંડ્યા, હિન્દુ ધર્મ સેના અમરેલી શ્રી દિવ્યેશભાઈ વેકરીયા, ધર્મ સેના અમરેલી જિલ્લા મંત્રી શ્રી કેતનભાઇ કેશુર, અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ શ્રી મયુરભાઈ રબારી, સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી, નગરપાલિકા સદસ્ય શ્રી કમલેશભાઈ રાનેરા, તથા હિન્દુ ધર્મ સેનાના શ્રી લલીતભાઈ મારુ, ચંપુભાઈ ધાધલ, શ્રી નીરજભાઈ ત્રિવેદી, શ્રી દેવશીભાઈ બોરીસાગર, શ્રી નિખિલભાઇ ઘેલાણી, શ્રી સતિષભાઈ પાંડે, શ્રી ચેતંનભાઈ પરમાર,  શ્રી હિતેશભાઈ પંડ્યા, શ્રી ગીરીશભાઈ મિસ્ત્રી, શ્રી બિરજુભાઈ મહેતા, ભુપતભાઈ ડોબરીયા, શ્રી રાઘવભાઈ મેર સહિતના હિન્દુ ધર્મ સેનાના યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં  અને દિવ્ય કથાનું રસપાન કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *