Delhi

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો ઃ યૌન શોષણ કેસમાં દોષિત ઠર્યા, કોર્ટે ૪૧૦ કરોડનો દંડ ફટકાર્યો

નવીદિલ્હી
એક અમેરિકી જ્યૂરીએ મંગળવારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની એક પૂર્વ પત્રિકા સ્તંભકારનું યૌન શોષણ અને માનહાનિ કરવા માટે દોષિત ઠેરવ્યા છે અને તેમને દંડ તરીકે ૫ મિલિયન ડૉલર (ભારતીય રુપિયામાં લગભ ૪૧૦ કરોડ) આપવાનો આદેશ કર્યો છે. સુનાવણી જરમ્યાન નવ જ્યૂરી સભ્યોએ ઈ. ઝીન કૈરોલના બળાત્કારના આરોપને ફગાવી દીધો હતો, પણ ત્રણ કલાકથી પણ ઓછા સમયમાં વિચાર વિમર્શ કર્યા બાદ ઝીણવટપૂર્વક જાેવામાં આવેલ સિવિલ ટ્રાયલમાં તેની અન્ય ફરિયાદો યથાવત રાખી હતી. આ પહેલી વાર છે, જ્યારે ટ્રમ્પ વિરુદ્ધ કેસમાં ચુકાદો આવ્યો હોય. ટ્રમ્પે દાયકાઓ જુના યૌન દુરાચારના આરોપ અને એક ડઝન મહિલાઓ સાથે જાેડાયેલ કેસોનો સામનો કર્યો છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *