નવીદિલ્હી
રાજ્યમાં વધુએ પોલીસ જવાને પોતાનું જીવન ટુંકાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. નવસારીમાં પોલીસ જવાને ગળાફાંસો ખાઇને પોતાના જીવને ટુંકાવી લીધુ છે. આત્મહત્યા કરનાર જવાનનું નામ સંજય પટેલ છે અને છેલ્લા કેટલાય સમયથી બિમાર રહી રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આજે નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનો આત્મહત્યા કરી લીધી છે, પોલીસ જવાનું નામ સંજય પટેલ છે, જે ચીખલી પોલીસ સ્ટેશનમાં હેડ કૉન્સ્ટેબલ હતો અને પીએસઓ તેમજ બીટ જમાદાર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. આજે તેને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. સંજય પટેલ છેલ્લા કેટલાય સમયથી બિમાર હતો. પોલીસ જવાનના મૃત્યુ બાદ તપાસમાં પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે બિમારી તેની આત્મહત્યાનું કારણ હોઇ શકે છે. જાેકે, હાલ જવાનના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે.
