Gujarat

સંયુક્ત ભાગીદારીમાં ખરીદેલ મિલકતમાં 4 ભાગીદારોએ એક ને ચૂનો લગાડ્યાનો આક્ષેપ

(ઔદ્યોગિક હબ બનવા જઈ રહેલ વિસ્તારમાં રોડ ટચ સોનાની લગડી સમાન જમીન)
(અરજદારે 7/12 તથા 8અ સહીત કરારખત તેમજ દસ્તાવેજોની એન્ટ્રી નોંધની વિગતો પોલીસ સમક્ષ મૂકી)
બોક્સ :
[વર્ષ 2012 માં 5 ભાગીદારોએ ભવિષ્યમાં વેચાણ અર્થે આ જમીન રૂ 4 લાખ 70 હજારમાં લીધેલ હતી જેમાં માત્ર 2 નાં નામે જ એન્ટ્રી પડાવી હતી બાદમાં 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરારખત કરી 5 ય ભાગીદાર નાં 25 ટકા લેખે વહેંચણી બતાડી કોઈ એક બીજા સાથે ખોટું નહીં કરે એમ કરાર કરેલ હતો]
બોક્સ 2
[હાલ આ વિસ્તારમાં ઉદ્યોગોનો વિકાસ સામે આવતા રોડ ઉપરની જમીન મહામૂલી બનતા ભાગીદારોની દાનત બગડી હોવાથી પોતાની સાથે વિશ્વાસઘાત કરી સુઆયોજિત ષડયંત્ર રચી જમીન અરજદારની સહી સંમતિ વિના જ વેચી મારી છે ત્યારે અરજદારે પોતાને છેતરનાર પોતાના જ ભાગીદારો ઉપર ફરિયાદ નોંધવા ન્યાયની ગુહાર લગાવી છે]
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા.
સામાન્ય રીતે જમીનમાં કબ્જા કે ખોટા પેઢી આંબા અને વારસાઈ કે કાગળો ઉભા કરીને ખોટું થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે તયારે ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે ભાગીદારો દ્વારા જ એક ભાગીદારનો ઘડો લાડવો કરી ચૂનો લગાડવાની બાબત સામે આવી છે જો કે અરજદારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં પોતાની સાથે છેતરપિંડી આચારનાર ભાગીદારો (1)હેરમાં કનુભાઈ(રતનપર વઢવાણ), (2)કુંભાર મનસુખભાઇ ભગવાનભાઇ(નવલગઢ), (3)વનરાજભાઈ જાદવ(આદલસર મુળી) તેમજ શાબીર સલીમભાઇ મામાણી નામના શખશો સામે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચાર્યાની અરજી કરી કાયદેસરની ફરિયાદ નોંધવા અનુરોધ કર્યો હતો. હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસ ઊંડાણથી તપાસ કરી રહી છે જેમાં અરજી મુજબ વર્ષ 2012 માં ઉપરોક્ત તહોમતદારો સાથે અરજદાર મહાદેવભાઈ રામજીભાઈ પ્રજાપતિએ સંયુક્ત ભાગીદારીમાં જમીન ખરીદી હતી જેમાં 2 તહોમતદારોનાં નામની એન્ટ્રી બાદ  5 ય ભાગીદારો વચ્ચે 100 નાં સ્ટેમ્પમાં કરારખત કરવામાં આવ્યો હતો જેમાં દરેકને ન્યાય મળે એ રીતે ભાગની વહેંચણીની વાત હતી પણ મહાદેવભાઈ દ્વારા પોતાના હિસ્સાની જમીન રમેશભાઈ ગોલતરને વેચાણ કરતા રેવન્યુમાં દસ્તાવેજ એન્ટ્રી નહીં પડતા મહાદેવભાઈ પોતાની સાથે પોતાના ભાગીદારોએ છેતરપિંડી આચરી છે તેમ સમજણમાં લીધું હતું. ભાગીદારો સાથે આ બાબતે વાત કરતા જમીનમાં ભાગ નહીં મળે કોઈ અને હાલ જમીન એમના જ ભાગીદાર શાબીર મામાણીને વહેંચી છે જે શાબીરભાઈએ ઔદ્યોગિક હેતુ સર કરાવી છે. આમ સમગ્ર બાબતની તપાસ બાદ પોતાના સહી સિક્કા કે સંમતી વગર જમીન બરોબર વહેંચી મારવા બાબતની પોલીસમાં જાણ કરી ફરિયાદ નોંધવા રજુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *