Gujarat

રાજેસરમાં લેઉવા પટેલ સમાજ ભવનનું રૂ .૪૫ લાખના ખર્ચે .કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ , સાંસદ રમેશભાઈ ધડુક , યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને ભુપતભાઈ ભાયાણી , દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રાજેસરમાં લેઉવા પટેલ સમાજ ભવનનું રૂ .૪૫ લાખના ખર્ચે .કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ , સાંસદ રમેશભાઈ ધડુક , યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને ભુપતભાઈ ભાયાણી , દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રાજ્યમાં પટેલ સમાજની મુળભૂત ઓળખ જાળવવા ખેતી અને ગામડાને જીવંત રાખવા જરૂરી ……..
રાજેસરમાં લેઉવા પટેલ સમાજ ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે રૂ .૪૫ લાખનું દાન જાહેર ………..
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ , સાંસદ રમેશભાઈ ધડુક , યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને ભુપતભાઈ ભાયાણી , કેળવણીકાર જે.કે.ઠેસિયા , ઉદ્યોગપતિઓ બિપીનભાઈ રામાણી , જેન્તીભાઈ વઘાસિયા વિપુલભાઈ ઠેસીયા વગેરેએ હાજર રહી …….ને
સમાજને સંગઠિત બનવા પર ભાર મૂક્યો : …….
બગડેલી સમાજ વ્યવસ્થાને બધાએ સાથે મળીને સુધારવાનો સમય પાકી ગયો છે – સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા …
મેંદરડા તાલુકાના રાજેસર ગામ ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા નુતન વાડીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં આગેવાનો દ્વારા સમાજને સંગઠિત બનવા તેમજ દીકરીઓની સાથે દીકરાઓને પણ શિક્ષિત બનાવવા અનુરોધ કરાયો હતો .આ ઉપરાંત ગામડાને જીવંત રાખવા યુવાનોને ખેતી તરફ વાળવા અપિલ કરવામાં આવી હતી…. મેંદરડાના રાજેસરમાં તા.૭ મે રવિવારના રોજ લેઉવા પટેલ સમાજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આમ પણ જવાબદારી છે .સરકારી જુનાગઢ અને રાજકોટ જિલ્લાનો પ્રભારી છું સહકારી બાબતનુ કામ પડે ત્યારે કોઈ પણ સામાન્ય માણસોને માટે કાયમ માટે મારા દરવાજા ખુલ્લા છે.એટલે આ જિલ્લાનું ધ્યાન રાખવાની જવાબદારી મારી છે.સાંસદ રમેશભાઈ ધડુકે રૂ .૨.૫૧ લાખનું દાન જાહેર કરતા જણાવ્યું હતું કે,સમાજને મજબૂત અને સંગઠિત બનાવવા માટે આવા સમાજ ભવન મહત્વની ભૂમિકા અદા કરે છે ,પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય તથા યુવા નેતા જયેશભાઈ રાદડિયાએ ટકોર કરતા જણાવ્યું હતું કે ,આજે પણ આપણે સમાજને સંગઠિત બનવા માટે કહેવું પડે તે દુઃખની વાત છે,સમાજના નાના – મોટા દરેક કાર્યોમાં હું સહભાગી બન્યો છું,યો છું,એટલે સમાજને નજીકથી જોયો છે,આપણા યુવાનો દુષ્ણમાંથી બહાર આવે તે જરૂરી છે . સમાજના કાર્યોમાં નડતા હોય તેને સાઈડ લાઈન કરીને આગળ વધતા રહો તેમણે અનુરોધ કર્યો હતો,વિસાવદર – ભેંસાણના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ આજના સૌથી મોટા પ્રશ્ન સામાજિક સમસ્યાઓને સાથે મળીને ઉકેલવા તથા । દીકરીઓને કે માતાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન મળી રહે – રહે તેનું ધ્યાન રાખવા સૂચક અપિલ કરવામાં આવી હતી ,અગ્રણી કેળવણીકાર અને પૂર્વ અધિક કલેક્ટર જે.કે.ઠેસિયાએ કહ્યું હતું કે,કન્યા કેળવણી પર ભલે ભાર મુકાય ,પરંતુ દિકરા અને દીકરીઓનું બેલેન્સ જાળવવું જરૂરી છે ,માટે દિકરા શિક્ષણ મેળવતા થાય એ આજના સમયમાં ખાસ જરૂર છે ત્યારે સમાજનું બેલેન્સ થઈ શકશે અને ત્યારે આ સામાજિક વ્યવસ્થામાં સુધારો આપોઆપ ‌આવી જશે ,કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા રાજેસર સમાજના પ્રમુખ લલીતભાઈ કાનાણીએ આ અવસરને દિપાવવા માટે આવેલા મહેમાનોને આવકાર્યા હતા ,કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર જ્ઞાતિજનોનું સન્માન કરાયું યું હતું . દિકરાઓના અભ્યાસ પ્રત્યે પણ ધ્યાન ન આપવાનો સમય આવી ગયો છે ,૧,૫૧૦૦૦ ભોવાનભાઇ રંગાણી ધોરાજીના બિલ્ડર વિપુલભાઈ ઢેસીયા , રૂ ૨.૧૧ લાખ પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા , રૂ ૧ ,૧૧ લાખ મધુરમ કન્સ્ટ્રક્શનના જયંતીભાઈ વઘાસિયા ૧ ,૧૧ હજાર રૂ .૫૧ હજાર રાધવજીભાઈ પટેલ , રૂ .૫૧ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ કેવલભાઈ ચોવટીયર વાર યુવા અગ્રણી ઉદ્યોગપતિ બિપીનભાઈ ,,૫૧ જાહેર કરાયું હતું . કાર્યક્રમમાં આગેવાનો નયનાબેન વઘાસિયા ,ભાવનાબેન પોશીયા , પીએસઆઈ દયાબેન શિંગાળા , તેમજ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા અધિક કલેકટર પી જી પટેલ સાહેબ ,પીએસઆઈ સુભદ્રાબેન કાર્યક્રમનું સંચાલન જીગર રાદડિયાએ કર્યું હ …..
સમગ્ર આયોજનના માર્ગદર્શક અને સમુહલગ્ન પ્રણેતા તથા સમાજ સેવક હરસુખભાઈ વધાસિયાએ ગામડે ગામડે સમાજ ભવન બને તેના પર ભાર મુકતા જણાવ્યું હતું કે ,આવા ભવન થકી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહેશે .આજે સામાજિક વ્યવસ્થા ખૂબ જ બગડી છે,ફેશન અને વ્યસનમાં માં ખોટા પૈસા વેડફાઈ રહ્યા છે,દેખાદેખીમાં ગજા બહારના ખર્ચ થઈ રહ્યા છે,બધાને શહેરોમાં વસવાટ કરવો છે,દીકરાઓને પરણાવવા માટે દીકરીઓ મળતી નથી,ત્યારે હવે આ બગડેલી સમાજ વ્યવસ્થા સુધારવાનો સમય પાકી ગયો છે,આપણા લેઉવા પટેલ સમાજની મુળભૂત ઓળખ ખેતી છે,પરંતુ આજે કોઈને ખેતી કરવી નથી . આવું જ ચાલતું રહેશે તો ભવિષ્યમાં આપણો સમાજ તેની ખરી ઓળખ ગુમાવી દેશે,ગામડાઓને જીવંત રાખવા માટે બધાને સાથે મળીને સહિયારા પ્રયાસો કરવા તેમણે અનુરોધ કર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા રાજેસર સમાજના પ્રમુખના નેજા હેઠળ ઉપપ્રમુખ ભરતભાઈ પાનસુરીયા ,મંત્રી પ્રતિકભાઈ માથુકીયા ,ખજાનચી જીતેન્દ્રભાઈ પાઘડાર તેમજ ટ્રસ્ટીઓ તથા ગામના યુવાનો અને સમસ્ત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી …

અહેવાલ, મહેશ કથિરીયા

IMG-20230512-WA0043-2.jpg IMG-20230512-WA0044-1.jpg IMG-20230512-WA0045-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *