જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર ખાતે શ્રી મદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ કથા તા.06.05.2023 ના રોજ થી શુભારંભ અને તા.12.05.2023 ના રોજ પૂર્ણાં હુતી.જેમાં સવત 2079 વૈશાખ વડ 6 ને ગુરુવાર તા.11.05.2023 ના રોજ કથા દરમ્યાન ધાર્મિક પ્રસંગો માં શ્રી કૃષ્ણ ભગવાન ના લગ્ન રૂક્ષમણીજી ની સાથે ધામધૂમથી થવાના છે.તેમા એક ખાસ એ છે કે કુનડ ગામના વતની દશનામ ગૌસ્વામી પરિવાર ના અ. સૌ. મનિષાબેન તથા શ્રી ગણેશ ભારથી ખીમાભારથી ની સુપુત્રી ચ.જાનવી(રૂક્ષમણી) ના શુભ લગ્ન સીમાણી (હાલમાં કાલાવડ) નિવાસી અ.સૌ. રંજનબેન તથા શ્રી ભીખુગર ખીમગર ગોસાઇ ના સુપુત્ર ચી.જગદીશગિરી(કૃષ્ણ) સાથે સવત 2079 વૈશાખ વદ 6 ને ગુરુવાર ના રોજ તા.11.05.2023 ના શુભ દિવસે પ્રભુતામાં પગલાં માંડશે તો કથા મંડપમાં જ આ કથા ના ધાર્મિક પ્રસંગે શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના લગ્ન માં કાયદેસરની ધાર્મિક વિધિ પ્રમાણે જ લગ્ન થવાના છે. શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષમણીજી ના લગ્નના કરીયાવર ના મુખ્ય દાતા કચ્છ જિલ્લા તા.અજાર ના રહેવાસી
સોની પરિવાર ગંગા સ્વ.મુક્તાબેન જેઠાભાઇ પારેખ. રમેશભાઈ જે.પારેખ. નરેન્દ્રભાઈ જે. પારેખ. પ્રવીણભાઈ જે.પારેખ.આ પારેખ પરિવાર તરફથી 2.50.000 રૂપિયા નો કરીયાવર નવદપતી ને અર્પણ કરવામાં આવ્યું હતું. સહજીવન સફરના સાક્ષી બની હરખના હૈ આપના શુભ આશીર્વાદ પાઠવવા પધારજો.
“”શુભ લગ્ન સ્થળ””
શ્રી ગણેશભારથી ખીમાભારથી ગોસ્વામી.. શ્રી કુંડલિયા હનુમાનજી ના મંદિરે કથા મંડપ માં
તા.જોડિયા.જી.જામનગર.કુનડ
આ નવદંપતી ને આશીર્વચન મંદિર ના મહંત શ્રી શ્રી 1008 શ્રી અવધેસદાસજી મહારાજ શાસ્ત્રીજી અને કથાકાર શ્રી અજયભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવશે.અને જામનગર જિલ્લા સરકારી વકીલ શ્રી જમનભાઇ ભંડેરી. અલિયાબાડા ના વૃધ્ધા આશ્રમ ના સંચાલક શ્રી જોષીબાપા આ બન્ને નું મહંત શ્રી દ્વારા શાલ તથા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યા હતા……
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…..


