સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની સ્મૃતિમાં સમર્પણ દિવસનો મુખ્ય કાર્યક્રમ તા.૧૩ મે શનિવારના રોજ સાંજે ૬ થી ૮ દરમ્યાન સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખામાં વર્તમાન સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમસ્ત નિરંકારી પરીવારના સંતો તથા શ્રદ્ધાળુભક્તો હાજર રહી બાબા હરદેવસિંહજી મહારાજના પ્રત્યે પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કરશે.આ દિવસે ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓમાં વિશેષ સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવનાર છે.ગોધરા ખાતે સંત નિરંકારી સત્સંગ ભવન, ભુરાવાવ ખાતે સાંજે ૬ થી ૮ કલાકે પંજાબના જ્ઞાનપ્રચારક મહાત્મા પ.પૂ.રાજેન્દ્રસિંહ કટારીયાની અધ્યક્ષતામાં વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે અને સત્સંગ સમારોહ બાદ આવેલ તમામ પ્રભુપ્રેમીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ ગોધરાના સંયોજક પ.પૂ. વિદ્યાબહેનજીએ જણાવ્યું છે.
બાબા હરદેવસિંહજી મહારાજ પ્રેમ,કરૂણા,દયા અને સાદગીના જીવંત સ્વરૂપ હતા.તેમનું દિવ્ય રૂપ, સર્વપ્રિય સ્વભાવ તથા વિશાળ અલૌકિક વિચારો સમગ્ર માનવજાતિના કલ્યાણના માટે સમર્પિત હતા. તેમને ૩૬ વર્ષ સુધી સંત નિરંકારી મિશનની લગામ સંભાળી હતી અને તેમના અનથક પ્રયાસોના પરીણામ સ્વરૂપ સંત નિરંકારી મિશન આજે દુનિયાના સત્તર દેશોમાં અને વિશ્વના પ્રત્યેક મહાદ્વીપોના સાઇઠ દેશો સુધી પહોચ્યું છે જેમાં મુખ્યત્વે રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સ્તરે સંત સમાગમ,યુવા સંમેલન તથા સમાજ સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.બાબા હરદેવસિંહજી મહારાજના અમૂલ્ય યોગદાનના ફળસ્વરૂપે સંત નિરંકારી મિશનને રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠાની સાથે સાથે અનેક પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંત નિરંકારી મિશનને સામાજીક અને આર્થિક પરિષદના સલાહકારના રૂપમાં માન્યતા આપવામાં આવી છે.
બાબા હરદેવસિંહજી મહારાજે માનવમાત્રને બ્રહ્મજ્ઞાનના બોધની સાથે સાથે દરેક મનુષ્યના હ્રદયમાં પ્રેમની શિતળ-નિર્મળ ધારાને પ્રવાહિત કરી છે.સાથે સાથે નિરંકારી ઇન્ટરનેશનલ સમાગમ (એન.આઇ.એસ.) દ્વારા દૂર દેશોમાં એકત્વ તથા સદભાવની પ્રેરણા આપનાર સંદેશને આધ્યાત્મિકતાના માધ્યમથી પ્રસારીત કર્યા છે.બાબાજીએ સમાજના ઉત્થાનના માટે અનેક પરિયોજનાઓને પણ ક્રિયાન્વિત સ્વરૂપ આપ્યું છે જેમાં મુખ્યત્વે રક્તદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, મહિલા સશક્તિકરણ વગેરે ગતિવિધિઓનો સમાવેશ થાય છે.
નફરતની દિવાલોને તોડીને પ્રેમના પૂલોનું નિર્માણ કરીએ..આ તથ્યને વિશ્વ સમક્ષ જીવન્તરૂપમાં પ્રસ્તુત કરીને તેમને એક નવો દ્રષ્ટિકોણ રાખ્યો છે કે પ્રત્યેક રેખા કે જે બે રાજ્યો કે બે દેશોને વિભાજીત કરે છે તે વાસ્તવમાં બે રાજ્યો અને બે દેશોને જોડનારી રેખા હોય છે.બાબાજીની અનેક શિક્ષાઓ જેવી કે માનવતા એ જ ધર્મ છે, પરસ્પર ભાઇચારાની ભાવના(યુનિવર્સલ બ્રધરહુડ), વિશ્વબંધુત્વ, મિલવર્તન, એકત્વમાં સદભાવ, દિવાલ રહિત સંસાર, ધર્મનું કામ જોડવાનું છે તોડવાનું નહી, વગેરે સુંદર ભાવોનો સમગ્ર સંસારમાં વિસ્તાર કર્યો.
વર્તમાન સમયમાં સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજના સત્ય સંદેશના સુંદર સ્વપ્નને સાકાર કરવા,તેને મનુષ્ય માત્ર સુધી પહોંચાડવા માટે પ્રયાસરત છે જેમાંથી તમામ નિરંકારી ભક્તો પ્રેરણા લઇને પોતાના જીવનને સાર્થક બનાવી રહ્યા છે.
વિનોદભાઇ માછી નિરંકારી
પ્રેસ અને પબ્લિસિટી વિભાગ
સંત નિરંકારી મંડળ,ગોધરા.
આપના સન્માનિત સમાચાર પત્ર/બુલેટીનમાં આ પ્રેસનોંટ પ્રકાશિત કરવા આગ્રહભરી નમ્ર વિનંતી છે..


