Gujarat

પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોન ની ખરીદી સહાય યોજના માટે તા.૧૫ મે થી  ઓનલાઇન અરજી કરી શકાશે

આઇ ખેડુત પોર્ટલ પર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોન ની ખરીદી સહાય યોજના માટે તા.૧૫ મે થી  ઓનલાઇન અરજી કરી ખેડૂતો કરી શકશે.

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે  આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.inપોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે.

       જૂનાગઢ જિલ્લાના ખેડુતોને ખેતીવાડી ખાતાની પાણીના ટાંકા બનાવવા સહાય અને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.

 તમામ ખેડુતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાનારહેશે.

વધુમાં અન્ય ખેતીવાડીની સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારશ્રીમાંથી વહીવટી મંજૂરી મળ્યેથી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને  જૂનાગઢ જિલ્લા  ઈન્ચાર્જ  ખેતીવાડી અધિકારી શ્રી  એન.બી.ચૈાહાણ દ્રારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *