જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ખાતે સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રી તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી ભાડાના મકાનમાં ન ચાલે એ માટે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયા છે. હાલમાં કુલ ૨૧૫ જેટલી આંગણવાડી પોતાના સરકારી મકાનમાં બને અને એમાંથી ૯૧ જેટલી આંગણવાડી કેન્દ્રો બની ગયેલ હોય તેવી આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવવમાં આવી રહી છે. આમ, સ્માર્ટ આંગણવાડી મારફત નાના ભૂલકાઓને શિક્ષણની સાથે ટેકનિકલ જ્ઞાન પણ મળી રહેશે. જૂનાગઢ જિલ્લા પંચાયતના તાબા હેઠળની કુલ પાંચ આંગણવાડી કેન્દ્રોને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે. જેમાં માંગરોળના શીલ ઉપરાંત મેંદરડાના નાગલપુર, કેશોદના કેશોદ કેન્દ્રની, વિસાવદરના રતાંગ અને જૂનાગઢના બિલખા ખાતેની આંગણવાડી ને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે


