કોરોના સામે રસીકરણ ને શ્રેષ્ઠ હથિયાર વિશ્વ જયારે સ્વીકારી ચૂક્યું છે તયારે કેન્દ્ર અને રાજ સરકાર ઉમદા પ્રયાસ સાથે સોં ટકા રસીકરણ માટે સરાહનીય પ્રયાસ કરી રહી છે.
પણ જૂની આદતોથી મજબુર અમુક પ્રશાસન પોતાની નિષ્ક્રિયતા આબાદ રાખવા અવનવા પેંતરાઓ થકી આરામ પ્રિય બની રહેતા હોય છે. રસીકરણ માટે સરકાર કટિબદ્ધ છે તયારે એક વિશેષ અને ગંભીર જવાબદારી તરીકે એને સ્વીકારવાના બદલે બેદરકારી નો કિસ્સો જિલ્લા નાં અન્ય તાલુકાઓ ની જેમ ધ્રાંગધ્રા નાં પણ હાલ સામે આવ્યો છે. ધ્રાંગધ્રાનાં સ્થાનિક વકીલ પ્રવીણ શુક્લ અને પ.ગુ. વિદ્યુત કોર્પોરેશન નાં કર્મચારી ઇંદ્રજીતસિંહ ઝાલા એ પોતે બીજો ડોઝ લીધો ન હોવા છતાંય તેમના મોબાઈલ માં બીજો ડોઝ લઇ લીધાનો મેસેજ આવ્યો હતો. આ અંગે વકીલ પ્રવીણભાઈ શુક્લ આને રસીકરણ નાં કાર્યમાં બેદરકારી બતાડી જાણી જોઈને કરવામાં આવતી ભૂલ અને ગંભીર ગુનો જણાવી રહ્યા છે. મેસેજમાં રસી લેવાનો જે સમય બતાવેલ છે તે સમયે તેઓ ચાલું કોર્ટે પોતાના અસીલોનું કાર્ય કરી રહ્યા હતાં અને જેના સી.સી.ટી.વી ફૂટેજ પણ કોર્ટ પરિસર માં થી મેળવી શકાય છે. આ સમગ્ર મામલે તાલુકા હેલ્થ ઓફિસર હીરામણી સાહેબનો સંપર્ક કરતા તેઓએ આરોગ્યવિભાગ એક ધારો નિષ્ઠા અને ખંત સાથે લોકોનાં રસીકરણ માટે કાર્યરત છે પણ ઘણી વાર તકનીકી ખરાબીના લીધે ક્યાંક એકાદ કેસમાં આવું સામે આવ્યું છે, આવું ફરી ન બને સાથે હકીકત શું છે એ દિશમાં વિભાગ તપાસ પણ કરશે.
ઉલ્લેખનીય છે કે મજબૂત અને સુવિકસિત રાષ્ટ્ર્ર નાં નિર્માણ માં સૌથી મહત્વનો ફાળો પ્રશાસન નો હોય છે, આવા કિસ્સાઓ તકનીકી ખરાબીના લીધે સરકાર અને પ્રજા બંને સ્વીકારી શકે પણ નિષ્ક્રિયતા કે બેજવાબદારી સામે આવશે તો ઉચ્ચ વહીવટીતંત્ર ચોક્કસ થી લાલઆંખ કરે એ ફરજીયાત બનવું જોઈએ.
રિપોર્ટ : હિતેશ રાજપરા